ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો રહ્યો છે. હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવ્ય મુશ્કેલ છે. ત્યારે ફરી હવામાન વિભાગે આગાહી કરી છેકે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટબંસ અને દક્ષિક પશ્ચિમી રાજસ્થાન પર બનેલા સાઈકલોનીક સર્ક્યુલેશન નર કારણે વરસાદની સંભાવનાઓવ્યક્ત કરવામાં આવી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા , બનાસકાંઠા,પાટણ, અરવલ્લી જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે. સાથે ભારે પવન ફૂંકવાની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરીછે.
અહી ઉલ્લેખનીય છેકે બે દિવસ ફૂંકાયેલા ભારે પવનને કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઝાડ પસ્વાની ઘટનાઓ તથા મકાનોના છાપરા ઉડી જવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. દેશના કેટલાક રહ્યો હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો. સિમલામાં હવામાનનો પારો નીચે ઉતરતા ભર ઉનાળે સ્થાનિકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ