કચ્છ જીલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ 80% વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

0
223

કચ્છ જીલ્લામાં બિપોર જોય વાવાઝોડું ત્રાટક્યું હતું. બિપોર જોય વાવાઝોડાથી કચ્છ માં ખૂબ જ તારાજી સર્જાઈ છે . કચ્છ જીલ્લાના મોટાભાગના વિસ્તારો ખાસ કરીને અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં મુખ્યત્વે બાગાયતી ખેતી વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે, ત્યારે કચ્છ માં વાવાઝોડા એ 80% વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે, દાડમ, કેરી, ખારેક, જામફળ વગેરે વૃક્ષોને જમીન દોસ્ત કરી નાખ્યા છે. હાલમાં જ શરૂ થયેલા કેરી,ખારેક અને દાડમ પાક સાથે વૃક્ષોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કપાસનું પણ હાલમાં જ વાવેતર કરવામાં આવેલ હતો તે પણ સંપૂર્ણપણે નાશ પામેલ છે. ગામની અંદર મકાનોના પતરા અને નળિયા પાંદડા ની જેમ ઉડવા લાગ્યા હતા. વીજ પોલને પણ ધરાશય કરી નાખ્યા હતા. જુના જુના લીમડાના અને વડના વૃક્ષો જે 100 200 વર્ષ જુના હતા,તે વૃક્ષોને પણ મૂળ સહિત ઉખાડી નાખ્યા છે. તંત્ર અને સ્થાનિકો એક વાતનું આશ્વાસન લઇ રહ્યા છે કે જાનહાની થઈ નથી.

પડ્યા 1

કચ્છ જીલ્લામાં અનેક રસ્તા પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા તો આ તરફ કચ્છ ના ભૂજમાં પણ વાવાઝોડાને લઈને વ્યાપક અસર જોવા મળી છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર જવા મળી રહી છે. તો સાથે જ વીજપોલ ધરાશાયી થતા તંત્રને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે. વાવાઝોડાની ગંભીરતાને લઈને તંત્ર એલર્ટ હતુ.અને આથી ફીડર બંધ કરી દેવાના કારણે વીજપુરવઠો બંધ છે. જેથી વીજપોલ ધરાશાયી થવા છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બિપોર જોય વાવાઝોડાની અસર પહેલા પોલીસની રેસ્ક્યુ ટીમ દ્રારા વાવાઝોડા દરમ્યાન જાનહાની અટકાવાના હેતુથી દરિયાકાંઠા નજીક આવેલા જિલ્લાઓમાં તરવૈયાઓની ટીમ તથા આપાતકાલીન સમય મા બ્લડ ની જરૂર પડ્યે સ્વૈછીક બ્લડ ડોનેટ કરવાવાળાઓની ટીમ બનાવવામાં આવેલ અને તે ટીમ સતત આજે પણ ખડે પગે સેવા આપી રહી છે.

બીજી તરફ મોરબીનો નવલખી પોર્ટ શરૂ થતાં પોર્ટ પર વાહનોની ત્રણથી પાંચ કિલોમીટર લાંબી કતારો લાગી બિપરજોય વાવાઝોડાને લીધે છેલ્લા સાત દિવસથી નવલખી પોર્ટ પર તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી. ગુજરાતના અનેક કર્મચારીઓ ,ખાસ કરીને વીજ સપ્લાય ફરીથી રાબેતા મુજબ થાય તે માટે રાત દિવસ કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તમામ મંત્રીઓ સતત નુકશાનીનો તાગ મેળવી રહ્યા છે. કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ચુક્યા છે. બચાવ અને રાહત કાર્ય આજે પણ ચાલુ છે.