Gujarat Wheat MSP 2026:ગુજરાતના ખેડૂતોને તેમના પાકનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹2,585 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઘઉંની ખરીદી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે.
Gujarat Wheat MSP 2026: નોંધણી અને ખરીદીનું સમયપત્રક જાહેર

ટેકાના ભાવે ઘઉં વેચવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી અને ખરીદી માટેનું સમયપત્રક નીચે મુજબ છે:
- ઓનલાઈન નોંધણી: 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026
- નોંધણી ક્યાં કરાવવી?: ગ્રામ્ય કક્ષાએ VCE (Village Computer Entrepreneur) મારફતે
- ઘઉં ખરીદીનો સમયગાળો: 4 માર્ચથી 15 મે, 2026
Gujarat Wheat MSP 2026: નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
નોંધણી સમયે ખેડૂતોને નીચેના દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત રહેશે:
- આધાર કાર્ડની નકલ
- અદ્યતન 7/12 અને 8-અના ઉતારા
- વાવણી અંગેની નોંધ (જો 7/12માં નોંધ ન હોય તો તલાટીનો દાખલો)
- બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
- બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નોંધણી અને ખરીદી બંને સમયે ફરજિયાત
ખેડૂતો માટે ખાસ સૂચનાઓ

નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમયની માહિતી આપવામાં આવશે. જો કોઈ ખેડૂતના દસ્તાવેજોમાં ખામી જણાશે તો તેમનો ક્રમ રદ કરવામાં આવશે.
મદદ માટે હેલ્પલાઇન
નોંધણી કે અન્ય કોઈ માહિતી માટે ખેડૂતો નીચેના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે:
📞 8511171718 / 8511171719
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે સમયમર્યાદામાં પોતાની ગ્રામ પંચાયત અથવા VCEનો સંપર્ક કરી નોંધણી કરાવી લે, જેથી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકાય.
આ પણ વાંચો :Gujarat Cooperative Elections :ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત




