Gujarat Weather : ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે. કારણ કે, આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે.
Gujarat Weather : વરસાદ સાથે ઠંડી આવશે
સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

Gujarat Weather : અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
તમે આ પણ વાંચી શકો છો
Maruti Suzuki 2024 : શું તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો ? તો આજે જ લઇ આવો ! નહિ તો…..