GUJARAT WEATHER : આજે તો ગુજરાત બન્યું અગનભઠ્ઠી, સુરેન્દ્રનગર બન્યું સૌથી ગરમ શહેર  

0
205
GUJARAT WEATHER
GUJARAT WEATHER

GUJARAT WEATHER : ગુજરાતના તમામ શહેરોમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  રાજયમાં કમોસમી વરસાદ બાદ છેલ્લા બે દિવસથી હીટવેવની અસર જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં આ સિઝનમાં હાઈએસ્ટ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં પણ 43.7 ડિગ્રી સાથે ચાલુ સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ હતું. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.   અનેક શહેરો ગરમીની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. 

GUJARAT WEATHER

GUJARAT WEATHER :  હવામાન વિભાગની આગાહી બાદ આજથી રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યભરમાંથી વાદળો દૂર થતાં તાપમાનનો પારો ઊંચો જશે. જેને પગલે આજે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે

GUJARAT WEATHER

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું તો ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, કચ્છ અને વલસાડમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરાઈ છે. પોરબંદર,ગીરસોમનાથ,ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે.  છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન 44.07 ડીગ્રી નોંધાયું છે.  

GUJARAT WEATHER : ક્યાં નોંધાયું કેટલું તાપમાન ?

GUJARAT WEATHER

અમદાવાદમાં 44.2 ડિગ્રી, ડીસામાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 44  ડિગ્રી, સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી, નલિયામાં 38.5 ડિગ્રી, અમરેલીમાં 43.2 ડિગ્રી, ભાવનગરમાં 39.7 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 33.6 ડિગ્રી, પોરબંદરમાં 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો