Gujarat Weather  : જાન્યુઆરીની શરૂઆતમાં જ માવઠાની આગાહી, ખેડૂતોને રોવાનો વારો આવશે  

0
148
Gujarat Weather
Gujarat Weather

Gujarat Weather  : ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિના કારણે ફેબ્રુઆરી સુધી હવાના હળવા દબાણ ઊભા કરાશે. ખાસ કરીને બીપરજોય વાવાઝોડા બાદ વરસાદની પેટર્નમાં મોટો તફાવત આવ્યો છે. જેને પગલે આ વખતે કમોસમી વરસાદ પણ લાંબો ખેંચાયો છે. એ જ કારણ છેકે, શિયાળામાં પણ તમારે વરસાદી માહોલ જેવી સ્થિતિ વેઠવી પડે છે.

varsad

Gujarat Weather  :  અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.  આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. 

havaman

Gujarat Weather  :  અંબાલાલ પટેલે આગાહી સાથે   જણાવ્યું કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.   

Gujarat Weather  :  મે-૨૦૨૪ સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે

ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે જાન્યુ.ની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડીની સંભાવના પણ રહેલી છે. ખાસ કરીને ડિસેમ્બરના અંતથી 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઈસુના ૨૦૨૩ના વર્ષના મોસમમાં ભારે પરિવર્તન જોવા મળેલ હતું. બીપરજોય વાવાઝોડા બાદ ભારતીય વરસાદની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો હતો. સાલના મજબૂત અલ નીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો અને હજુ પણ મે-૨૦૨૪ સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે તેવા અવલોકનો આવે છે. 

mavathu

Gujarat Weather   :  આ ઉપરાંત ભારતની ઉત્તર-પશ્ચિમે જે પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તે પણ નંબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ હતો તેમ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે. શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે. વિશેષ કરીને ઘઉં જેવા પાક ઉપર પડતી હોય છે. આ અંગે જોઈએ તો ૨૦૨૪ની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે. 

તમે આ પણ વાંચી શકો છો

PARLE-G :  પાર્લે જી એ હટાવ્યો નાની છોકરીનો ફોટો અને નામ પણ ? જાણો કેમ ? 


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.