Gujarat Weather : જતા જતા મેઘરાજાએ આ શહેરને ઘમરોળ્યા,  1 કલાકમાં મોરબીમાં દોઢ ઇંચ વરસાદ

0
202
Gujarat Weather
Gujarat Weather

Gujarat Weather : સૌરાષ્ટ્રમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને સતત ચોથા દિવસે ભારે પવન સાથે વરસાદ કેટલાય વિસ્તારોમાં પડી રહ્યો છે. આજે પણ બપોર બાદ મોરબી, જામનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં ધીમેધારા થી લઈ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Gujarat Weather

Gujarat Weather :  કયા જીલ્લામાં વરસ્યો વરસાદ

1 )મોરબી :

બપોર સુધીમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં ખાબક્યો છે જેમાં બે કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદની સાથે સાથે ભારે પવન હોવાના કારણે ટંકારા ખાતે આવેલી iti માં પણ નુકસાન થયું છે. સત પર રહેલી લગાવેલ સોલાર પેનલ પવનમાં ઉડી ગઈ છે.

૨ ) પાલનપુર

પાલનપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થયું છે.

૩ ) જુનાગઢ :

જૂનાગઢના ભેંસાણ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ભેંસાણ પંથકમાં કેરી, તલ, અડદ, મગના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

Gujarat Weather

4 ) અમરેલી :

અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદી કહેર વરસ્યો હતો. ખાંભા શહેર અને આસપાસનાં ગામડાંમાં બપોરના સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે.

5 )કચ્છ :

કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદનો દર યથાવત્ રહેવા પામ્યો છે. આજે દિવસભરની સખત ગરમી બાદ સાંજના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જિલ્લાના ભચાઉ, અંજાર, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો

6 ) જામનગર :

જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ધ્રોલ અને લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધ્રોલ પંથકના લતીપર, ફલ્લા, જાયવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો લાલપુરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદના કારણે ઉનાળુ વાવેતર કરનાર ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

Gujarat Weather

Gujarat Weather :  હવામાન વિભાગની આગાહી

Gujarat Weather :  હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટાં વરસી શકે છે. ખાસ કરીને આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટાં વરસી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો