Gujarat Top News:  ગુજરાતમાં આજે શું રહી હલચલ.., અહી જાણો  

0
233
Gujarat Top News:  ગુજરાતમાં આજે શું રહી હલચલ.., અહી જાણો  
Gujarat Top News:  ગુજરાતમાં આજે શું રહી હલચલ.., અહી જાણો  

Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..

ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…

Gujarat Top News
Gujarat Top News

જામનગર: ‘વનતારા પ્રોજેક્ટ’, અનંત અંબાણીના વખાણ કરતા નહીં થાકો

જામનગર: રિલાયન્સ ફાઉન્ડેશન બોર્ડના ડાયરેક્ટર   અનંત અંબાણીની લીડરશીપમાં ગુજરાતના જામનગરમાં વનતારા નામની પહેલ શરૂ કરવામાં આવી છે. જામનગર સ્થિત રિફાઈનરી કોમ્પ્લેક્સની અંદર 3000 એકરમાં ફેલાયેલ ગ્રીન બેલ્ડ બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાથીઓ માટે અત્યાધુનિક આશ્રયસ્થાનો, વૈજ્ઞાનિક રીતે ડિઝાઈન કરેલ ડે-નાઈટ એન્ક્લોઝર, હાઈડ્રોથેરાપી પૂલ, તળાવો અને હાથીઓમાં સંધિવાની સારવાર માટે મોટું હાથી જેકુઝી જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે.

Anant Ambanis Vantara Photos ૩ 1

અમદાવાદ: અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, 40ની દાવેદાર

અમદાવાદ : અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની દાવેદારી માટે સેન્સ પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે. SC અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 40થી વધુ જેટલા ભાજપના હોદ્દેદારો અને નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી.  

1 258 edited

અમદાવાદ પશ્ચિમ બેઠક પર દાવેદારી

  • ડો. કિરીટ સોલંકી (સાંસદ)
  • દર્શના વાઘેલા (ધારાસભ્ય, અસારવા)
  • જીતુ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય, દાણીલીમડા)
  • દિનેશ મકવાણા (પૂર્વ ડેપ્યુટી મેયર)
  • ડો. કીર્તિ વડાલિયા (પ્રદેશ ડોક્ટર સેલ)
  • ગિરીશ પરમાર (પૂર્વ મંત્રી)
  • નરેશ ચાવડા (પૂર્વ પ્રદેશ મંત્રી SC)
  • કિરીટ પરમાર (પૂર્વ મેયર)
  • વિભૂતિ અમીન (શહેર મંત્રી, અમદાવાદ શહેર)
  • ભદ્રેશ મકવાણા ( SC પ્રમુખ, અમદાવાદ શહેર)
  • હિતુ કનોડિયા (ઈડરના પૂર્વ ધારાસભ્ય)
  • ગીતાબેન સોલંકી ( ઇસનપુર વોર્ડ કોર્પોરેટર)
  • મણીભાઈ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય વડગામ)
  • અરવિંદ વેગડા (ગુજરાતી ગાયક કલાકાર)
  • પ્રદીપ પરમાર (અસારવાના પૂર્વ ધારાસભ્ય)
  • હિતેશ પટેલ (અસારવાના પૂર્વ ધારાસભ્ય આર. એમ પટેલના પુત્ર)
  • નિમિષા પટેલ (અસારવાના પૂર્વ ધારાસભ્ય આર. એમ પટેલના પુત્રી)
  • મહેશ પરમાર (કોર્પોરેટર ચેતન પરમારના પિતા)
  • ગૌતમ ગેડિયા (અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ)
  • યોગેશ સોલંકી (સરસપુર વોર્ડના કાર્યકર)

ગિરનાર પ્લાસ્ટિક પ્રદૂષણનો મામલો: ગિરનારના 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ

ગિરનાર: ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ગિરનારના 27 ગામ અને ESZના પ્રવેશ દ્વારોમાં પ્લાસ્ટિક પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓથોરિટીએ મોનિટરીંગ અને એક્શન માટે 6 ટીમ બનાવી છે. જેમાંથી 3 ટીમ અંબાજી, દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઇન્ટ ઉપર રહેશે, 3 ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે. આ ટીમમાં વન વિભાગ, પોલીસ, પંચાયત અને JMCના કર્મચારીઓ હશે. અંબાજીથી દત્તાત્રેય મંદિર સુધી પગથિયાઓ ઉપર 6 સફાઈ કામદાર સફાઈ કરશે. જેના માટે એક સુપર વાઈઝર હશે.

મહા શિવરાત્રી નજીક હોવાથી ગિરનાર ESZ વિસ્તારમાં વધુ લોકો આવશે. ત્યારે લોકો આ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જઈ શકશે નહિ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કાયમી સફાઈ માટે કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મંગાવશે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની ગિરનાર ESZમાં જાહેરાત કરાશે.

ગિરનાર
ગિરનાર

 રાજકોટ: પતિએ પત્નીને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધી

રાજકોટ:  રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં શાંતિવન નિવાસમાં રહેતા પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. એટલું જ નહિ હત્યા કરી આરોપી પતિએ જાતે જ પોતાનો વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. જેમાં પત્નીને તેના મિત્ર સાથે જ અફેર હોવાની જાણ કરી છે અને તેના મિત્રએ પણ દોસ્તીમાં દગો દીધો હોવાથી કંટાળી પત્નીની હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ કર્યો.

2.1

અંબાલાલ પટેલની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 1થી 3 માર્ચના ગુજરાતના ભાગોમાં કોમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે. પૂર્વ મધ્ય ગુજરાત, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા કે હળવો વરસાદની શક્યતાઓ રહેશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે અને આંચકનો પવન 40થી 45 કિલોમીટરની ઝડપે ફૂંકાવવાની શક્યતાઓ રહેશે.

બલ્ગેરિયન યુવતીનો આક્ષેપ : રાજીવ મોદીના ઇન્ટિમેટ મસાજના વીડિયો છે એ ફોન પોલીસે લઈ લીધો

હું જીનીવા ગઈ હતી, યુનાઇટેડ નેશનમાં મારો કેસ દાખલ કરવા

પોલીસે એ સમરી રિપોર્ટ ભરીને રાજીવ મોદીને ક્લિન ચીટ આપી હતી. પરંતુ હવે પીડિતા હાજર થતા આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બલ્ગેરિયન યુવતી 24 જાન્યુઆરીથી ગાયબ હતી. આમ ગાયબ થયાના 34 દિવસ બાદ એટલે કે 27 ફેબ્રુઆરીએ હાજર થઈ છે.

હાઇકોર્ટ સમક્ષ હાજર થયેલી બલ્ગેરિયન યુવતીએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે, તેણીએ કોર્ટને જણાવ્યું કે, મને પોલીસે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા માટે મોકલી હતી. પણ મને એ નથી સમજાતું કે રાજીવ મોદીનો મેડિકલ ટેસ્ટ કેમ કરવામાં નથી આવ્યો. સોલા પોલીસ સ્ટેશનથી, કે કેમ એ લોકોએ મારી કમ્પ્લેન કટ કરી નાખી. મેં 7 આરોપીના નામ આપ્યા હતા, પણ એ લોકોએ છ આરોપીના જ નામ લખ્યા. મારે જાણવું છે કે મારી હ્યુમન ટ્રાફિકની કમ્પ્લેન ક્યાં લખવામાં આવી છે? કેડીલાના લીગલ અને એમ્પ્લોય બોર્ડના હેડનું નામ ક્યાં છે? કમ્પ્લેનમાં એસીપી મહિલા હિમાલા જોશીનું નામ ક્યાં છે?

વધુમાં બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું કે, હું બલ્ગેરિયાની નહોતી ગઈ પણ જીનીવા ગઈ હતી. યુનાઇટેડ નેશનમાં મારો કેસ દાખલ કરવા. હવે હું પાછી આવી છું અને અહીં રહીને જ લડત આપીશ. તેઓએ મારો ફોન પણ લઈ લીધો છે, જેમાં રાજીવ મોદીના ઇન્ટિમેટ મસાજના વીડિયો છે. અમારા એક વિટનેસને ધમકી મળી છે.

6 39

વડોદરા: રામલ્લલાના દર્શન કરી પરત ફરતા વડોદરાના મજાતન ગામના રામભક્તનું મોત

વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતન ગામના રહેવાસી અને રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન માટે ગયા હતા. અશોકભાઈએ અયોધ્યા મંદિરમાં જઈને રામલલ્લાના દર્શન કર્યાં હતા અને ત્યારબાદ અયોધ્યાથી ટ્રેન મારફતે વડોદરા પરત ફરી રહ્યા હતા. આ સમયે મધ્યપ્રદેશના જબલપુર નજીક  અશોકભાઈને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.

રામભક્ત

દેવભૂમિ દ્વારકા: પ્રથમ વખત બેટ દ્વારકામા એસટી બસની સુવિધા

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે બેટ દ્વારકાના રસ્તે પણ જમીન માર્ગે જોડી દેવામાં આવ્યો છે. ત્યારે એસટી તંત્ર દ્વારા બેટ દ્વારકા માટેના બસના બે રૂટનો પ્રારંભ કરી દેવાયો છે.

બે નવા એસટી બસના રૂટનો બેટ દ્વારકા સુધીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હાલ ઓખા, દ્વારકા સુધીની ટિકિતમાં બેટ દ્વારકા લઈ જવામાં આવે છે.

સેતુ

 જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવ ઘટ્યા, કપાસમાં તેજી યથાવત

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવમાં મોટો કડાકો નોંધાતા ખેડૂતોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. આ ઉપરાંત કપાસના ભાવમાં લાંબા સમય બાદ મહદ અંશે વધારો નોંધાતા ખેડૂતોમાં કપાસને લઈને હજુ પણ ભાવ વધારો આવે તેવી સોનેરી આશા અકબંધ રહી છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 1267 ખેડૂતો જુદી જુદી જણસી વેચવા માટે આવ્યા હતા. પરિણામે જામનગર યાર્ડમાં 38,769 મણ ખેત પેદાશોની આવક થઈ હતી.

જામનગર યાર્ડમાં 336 ખેડૂતો જીરું વેચવા માટે આવતા 10284 મણ જરુંની આવકને આ સીઝનની સૌથી વધુ ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત તેના ભાવ 3,500 રૂપિયાથી માંડી 4,890 રૂપિયા જેવા રહ્યા હતા. તેમજ કપાસના ભાવમાં વધારો નોંધાયો છે.

માર્કેટિંગ યાર્ડ

ડીસામાં બનાસ નદી પર ચેક ડેમ: ધારાસભ્ય પ્રવીણ માળીની રજૂઆતને પગલે ચેકડેમ સર્વેની કામગીરી હાથ ધરાઈ

ડીસા: બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી.

ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે, બનાસ નદીમાં પાણીના તળ જળવાઈ રહે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારમાં રજૂઆત કરી હતી. પાણીના તળ જળવાઈ રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફનો ઘટાડો થઈ શકે તેવી રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે સરકારે હવે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે.

10 7

હિંમતનગર: કોંગ્રેસે વોકઆઉટ કરીને બજેટની હોળી કરી, તાલુકા પંચાયતનું રૂ 2865.46 લાખનું બજેટ પાંચ મિનિટમાં મંજૂર

સાબરકાંઠા: હિંમતનગરમાં તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં રૂ 2865.46 લાખની પુરાંતવાળું બજેટ 5 મિનિટમાં મંજૂર થયું હતું. જ્યારે કોંગ્રેસે વોક આઉટ કરીને બજેટની હોળી કરી હતી.

હિંમતનગર તાલુકા પંચાયતના સભાખંડમાં મંગળવારના રોજ તાલુકા પંચાયત પ્રમુખ ભુમિકાબેન પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ દીલીપસિંહ મકવાણા, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન ભરતભાઈ જાદવ, તાલુકા વિકાસ અધિકારી પી.સી.સીસોદીયા, તાલુકા પંચાયતના સર્વે સદસ્યઓ તથા તાલુકા પંચાયતના કર્મચારીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી.

15 1

નવસારીની સિવિલ હોસ્પિટલમાં નહીં લાગે લાંબી લાઈન

નવસારી: સિવિલ હોસ્પિટલ જિલ્લાની એક માત્ર દરેક સારવાર આપતી હોસ્પિટલ દર્દીઓને કેસ કાઢવાની લાંબી લાઈનોમાં ઉભા ન રહેવું પડે તે માટે સ્કેનની સુવિધા શરૂ કરવામાં આવી છે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે લાંબી લાઈનો થયાના પગલે સરકાર દ્વારા ઓનલાઇન રીતે આભા સ્કેનર વડે કેસ કાઢવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્દી પાસે સ્માર્ટફોન હોવું જરૂરી છે. સ્કેનર પર સ્કેન કરી તાત્કાલિક ઓપીડી માટેનું રજીસ્ટ્રેશન થઈ શકે છે.

દર્દી જ્યારે ઘરેથી નીકળે છે. ત્યારે તે ઘરેથી જ રજીસ્ટ્રેશન કરાવી શકે છે, આ કોડ સ્કેન કરવાથી જેમાં નામ જન્મ તારીખ એડ્રેસ સહિતની માહિતી ભરવાની હોય છે. તેમાં માહિતી ભર્યા બાદ ઓટીપી નંબર આવશે તે ભરવાનો રહેશે. 

 

રાજકોટના ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસિએટ પર ITના દરોડા

સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉધોગકાર ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ ઇન્વેસ્ટીગેશનની વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેકટ તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

1 261
રાજકોટના ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસિએટ પર ITના દરોડા

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here