Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..

ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…

ધો.10ની પરીક્ષાની હોલટિકિટ જાહેર, પરીક્ષા 11 માર્ચથી શરૂ, આ વેબસાઈટ પરથી કરો ડાઉનલોડ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. માર્ચ-2024ની જાહેર પરીક્ષા તા.11/03/2024થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) તા.29/03/2024થી બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.
અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની: સલમાન ખાન,અર્જુન કપૂર, રણબીર કપૂર એરપોર્ટ પર જોવા મળ્યા
ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ, પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે.
રણબીર કપૂર પત્ની આલિયા દીકરી રાહાને ખોળામાં લીધેલી જોવા મળી હતી. માતા નીતુ કપૂર પણ એરપોર્ટ પર જોવા મળી હતી. અર્જુન કપૂર પણ જામનગરમાં.

જામનગર: રિલાયન્સની કિલ્લેબંધ સિક્યુરિટી, એરપોર્ટ પર રાસગરબાથી મહેમાનોનું ભવ્ય સ્વાગત
અંતન અને રાધિકાના પ્રી-વેઈડિંગ સેરેમનીમાં દેશ-વિદેશથી સેલેબ્સ જામનગર પધારી રહ્યાં છે. 25 ફેબ્રુઆરીથી જ જામનગરની તમામ મોટી હોટેલ્સ તેમજ રિસોર્ટ મહેમાનો માટે બૂક કરી દેવાઈ છે. એરપોર્ટને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એરપોર્ટથી મહેમાનોને રિલાયન્સ ટાઉનશિપ તેમજ અન્ય હોટેલ-રિસોર્ટ મૂકવા માટે સ્પેશિયલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વનતારાની ડિઝાઈનવાળી મર્સિડિઝ કારનો કાફલો એરપોર્ટ પર તહેનાત કરી દેવાયો છે. આ ઉપરાંત VVIP માટે 150 ફાઇવ સ્ટાર બંગલા બનાવવામાં આવ્યા છે. 900થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત.

વડોદરા: BJP કાર્યકરના માથે ચઢ્યો દારૂ; દારૂ ઢીંચીને રિક્ષા દોડાવી, બે બાળકો સહિત 3 લોકોને ફંગોળ્યા
વડોદરા શહેરના ગોત્રી કલ્પવૃક્ષ પાસે નશામાં ધૂત થઇ ઓટોરિક્ષા લઇને નીકળેલા ભાજપા કાર્યકરે બે ટુ-વ્હીલરોને અડફેટે લીધાં હતાં. ગોત્રી રોડ ઉપરથી નયનાબહેન માળી શો-રૂમમાંથી ટુ-વ્હીલર લઇને પોતાનાં બે બાળકોને લઇને ઘરે જઇ રહ્યાં હતાં. દરમિયાન નશામાં ધૂત થઇ પોતાની ઓટોરિક્ષા લઇને પસાર થઇ રહેલા ભાજપના કાર્યકર હરેશ ભટ્ટે રિક્ષા ડિવાઇડર કુદાવીને નયનબેન માળીની મોપેડને અડફેટે લીધું હતું. જેથી નયનાબેન અને તેમનાં બન્ને બાળકો રોડ ઉપર ફંગોળાઇ ગયાં હતાં.

સુરત: વરઘોડામાં ફટાકડા ફોડી આનંદ માણ્યો, કાયદાનું પાલન કરવા સૂટ-બૂટમાં જાનૈયાઓએ ઝાડુ માર્યું
સુરત: ગંદકી મામલે મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને મનપાએ 5 હજારનો દંડ ફટકાર્યો હતો. કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસેથી વરઘોડોમાં જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડાનો આનંદ લીધા બાદ જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને તમામ કચરો જાતે ઝાડુ લગાડીને સાફ કરી લીધો હતો. વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓએ શૂટ-બુટ પહેરીને જાતે જ રસ્તા ઉપર સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું.

મદરેસામાં સુરતના કિશોરને ઘડિયાળ ચોરીની શંકામાં અર્ધનગ્ન કરી અપાઈ તાલિબાની સજા
મહારાષ્ટ્ર: ઔરંગાબાદના ખુલદાબાદના મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તરુણના પિતાએ જણાવ્યું હતું કે, આ વીડિયો અમને તેના કોઈ મિત્રે ચોરીછૂપીથી બનાવી મોકલ્યો હતો.

5 મહિનાની દીકરીને મોતને ઘાટ ઉતારી: રડતી બાળકી ચૂપ ન થતાં માસૂમનું ગળું દબાવી દીધું
અમદાવાદ: ગોમતીપુરમાં રહેતા અંસર અહમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી. અંસાર ભંગારનો ધંધો કરતો હતો. બાળકની જગ્યાએ બાળકી જન્મતા અંસાર તણાવમાં રહેતો હતો. અંસારે રિક્ષા ચલાવતો હતો અને તેની મગજની દવા પણ ચાલુ હતી. દીકરાની જગ્યાએ દીકરી આવતા પિતા કેટલાય સમયથી ગુસ્સે હતો. ગઈકાલે પત્ની અને દીકરીને હોસ્પિટલ લઈ ગયો હતો. દીકરી રડતા અંસારી ગુસ્સે થઈને બાળકીનું ગળું દબાવી દીધું હતું, જેથી બાળકીનું મોત થયું હતું. આ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

બનાસકાંઠા: RTO કર્મચારીઓનું આંદોલન: પડતર પ્રશ્નોને લઈ સૂત્રોચ્ચાર અને ઘંટ નાદ કરી વિરોધ કર્યો
બનાસકાંઠા: RTO કચેરીના કર્મચારીઓના જુદા જુદા પડતર પ્રશ્નો જેવા કે સામાન્ય અરજીમાં કર્મચારીઓનું પ્રમોશન અટકાવી દેવું, ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું તેમજ એક અઠવાડિયું નાઈટશીફ્ટમાં પૂરતી સુવિધાઓ ન મળે જેવા પ્રશ્નોને લઈ છેલ્લા કેટલાક દિવસથી RTOઓ કર્મચારી અને અધિકારીઓ આંદોલનના માર્ગ અપનાવ્યો છે. ગુરુવારે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમની માગણીઓને લઈ સૂત્રોચાર તેમજ ઘંટનાદ કરી સરકારના કાન ઉગાડવાના પ્રયાસો કરવામાં આવ્યો. તેમની માગણીઓ નહીં સંતોષાય તો આગામી 4 માર્ચ 2024 ના રોજ તમામ કર્મચારીઓ માસ-CL મુકી ગાંધીનગર ખાતે રજૂઆત કરશે.

વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત: માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચના
બનાસકાંઠા: માર્કેટયાર્ડમાં સંગ્રહિત માલ તેમજ વેચાણ અર્થે આવતો માલ સલામત જગ્યાએ ઉતારવો અથવા તો ઢાંકીને રાખવો તેમજ ખેડૂત ભાઈઓએ વેચાણ અર્થેનો પોતાનો ખેત ઉત્પન્નનો માલ માર્કેટ યાર્ડમાં ઢાંકીને લાવવો. જેથી કોઈપણનો માલ બગડે કે નુકશાન થાય નહીં જેની ખાસ નોંધ લેવા તમામ માર્કેટ યાર્ડ સમિતિ દ્વારા જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ રાયડાનો પાક લેવાઈ ગયો છે, ઘઉંનો પાક તૈયાર થવાના આરે છે. જીરૂનો પાક કાપણી કરી ખેતરોમાં ખુલ્લો પડ્યો છે ત્યારે આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે. તા. 1 અને 2 માર્ચ દરમિયાન સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અમરેલી: કેરીનો પાક લેતા ખેડૂતો ચિંતિત, 2 માર્ચે કમોસમી વરસાદની શક્યતા
અમરેલી જિલ્લામા હજુ શિયાળુ પાક પુરેપુરા પ્રમાણમા લણી શકાયો નથી. જયારે ઉનાળુ પાકના વાવેતરનો આરંભ થવા જઇ રહ્યો છે. આંબે મોર આવેલો છે અને ખાખડીઓ બંધાવાની સિઝન ચાલી રહી છે. તેવા સમયે માવઠુ કેરીના પાકને મોટા પ્રમાણમા નુકશાન કરશે. ખાસ કરીને મોર ખરી જવાની તથા ખાખડી ખરી જવાની સમસ્યા ઉભી થશે. જો કે હાલમા ખાખડી પણ માત્ર મગીયા સ્વરૂપે છે. આમ તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમા માવઠાની આગાહી કરાઇ છે.
બનાસકાંઠા: જિલ્લાના 4000 શિક્ષકો 6 માર્ચે શાળાની કામગીરીથી અળગા રહેશે
જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સાથે સમાધાન ન થતા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કાર્યક્ર્મ જાહેર કરવામાં આવ્યો છે. સરકાર પ્રશ્નનો હલ ન લાવે તો છઠ્ઠી માર્ચ શાળાની તમામ કામગીરીથી અળગા રહી શટ ડાઉન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. તમામને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે તે માટે ગુજરાત રાજ્ય સંઘ સંકલન સમિતિને બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘે ટેકો જાહેર કર્યો છે. જેથી બનાસકાંઠાનાં 4000 શિક્ષકો દ્વારા શાળાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे