Gujarat Top News (01/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો…  

0
166
Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો...  
Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો...  

Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..

Gujarat Top News
Gujarat Top News

Gujarat Top News: ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…

અનંત-રાધિકા : 3 દિવસનું પ્રી-વેડિંગ ફંકશન શરૂ

જામનગર: અનંત-રાધિકાના પ્રી વેડીંગનનો આજે પ્રથમ દિવસ છે. અજય દેવગણ, કાજોલ, બચ્ચન ફેમિલી, સચિન તેંડૂકર, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ધોની, તેમજ અક્ષય કુમાર ઉપસ્થિત. આ ઉપરાંત ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિત વિદેશી મહેમાનો હાલ જામનગરમાં…

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા પણ જામનગર પહોંચી, ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન, ઝહીર ખાન, સાનિયા મિર્ઝા અને સવજીભાઈ ધોળકીયા સહિતનાઓ જામનગર આવી પહોંચ્યા. ઉપરાંત ક્રિકેટર રાશિદ ખાન, ડ્વેન બ્રાવો પણ આવી પહોંચ્યા.

1 2

માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

વડોદરા: વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન, તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા કેવડિયા રવાના થયા છે. બિલ ગેટ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટ પહોંચી સ્થાનિક આદિવાસી મહિલા રિક્ષાચાલકો સાથે સંવાદ પણ કરશે. બિલ ગેટ્સના આગમન પૂર્વે ઉચ્ચ અધિકારીઓ સહિત કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા. કલેક્ટર બિજલ શાહ અને પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે એરપોર્ટ પર બિલ ગેટ્સનું સ્વાગત કર્યું.

બિલ ગેટ્સે રોડ પર ઊભેલી ચાની મજા પણ માણી-

surat airport
surat airport

સુરત એરપોર્ટ : એક સાથે 3 ફ્લાઈટ ભેગી થઈ

સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા બે દિવસથી એક અને બે ફ્લાઈટ આકાશમાં ચક્કર મારતા નજરે પડી હતી. એક સમયે બેથી વધુ ફ્લાઇટ આવી જતા બીજી ફ્લાઇટને આકાશમાં ચકરાવો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ. 3 ફલાઇટ પૈકી એટીસીએ એક ફ્લાઈટને લેન્ડિંગનું ક્લિયરન્સ આપ્યું અને પછી ટેક્સી-વે ન હોવાના કારણે રન-વે પરથી જ વળાંક લઈને ફરીથી રન-વે પર આવ્યા બાદ રન-વેના મધ્યભાગેથી ટર્મિનલ તરફ જવા માટે લિંક વે પર પહોંચી, ત્યાં સુધી બાકીની બે ફ્લાઇટોએ સુરત એરપોર્ટની ઉપર હવામાં ચક્કર મારવા પડ્યાં. 15-20 મિનિટ સુધી હવામાં ચક્કર માર્યા બાદ છેક ત્રીજી ફ્લાઈટનો લેન્ડિંગ માટે નંબર લાગ્યો.

5 1

સુરત : વાંકલ ગામ નજીક ત્રિપલ, અકસ્માતમાં એક મહિલાનું મોત

વાંકલ કોલેજ તરફથી વાંકલ બજાર તરફ એક કે.ટી.એમ બાઈક પર બેસી ત્રણ યુવાનો પુર ઝડપે બાઈક હંકારી વાંકલ તરફ આવી રહ્યા હતા. આ સમયે વેરાવી ફળિયા તરફથી મુખ્ય માર્ગ ઉપર એક એક્ટિવા ચાલક મહિલા આવી રહ્યા હતા ત્યારે (કે.ટી એમ) બાઈક ચાલકે તેને અડફેટે લઈ 25 ફૂટ સુધી ઘસેડ્યા હતા. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે કરુણમોત નીપજ્યું

5

અમદાવાદ: ‘બોન્સાઇ શો’, 200 વર્ષ જુના પ્લાન્ટ્સનું પણ થશે કુંડામાં પ્રદર્શન

દેશમાં પ્રથમ વાર જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર બોન્સાઇ વૃક્ષ પ્રદર્શની અમદાવાદમાં થવા જઇ રહી છે., 3થી 10 માર્ચ દરમિયાન સિંધુ ભવન રોડ પાસે પહેલીવાર બોન્સાઈ શોનું આયોજન. 50થી 200 થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવતા કેટલાય બોન્સાઇ વૃક્ષો પ્રદર્શનીમાં જોવા મળશે .અમદાવાદ સહિત દેશના અન્ય રાજ્યો માંથી 800થી 1000 જેટલા બોન્સાઇ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે.

Gujarat Top News: અમદાવાદ સિવિલમાં 16 બાળકનો જન્મ
Gujarat Top News: અમદાવાદ સિવિલમાં 16 બાળકનો જન્મ

અમદાવાદ: લિપ યરના સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં 16 બાળકોનો જન્મ

અમદાવાદ: 29 ફેબ્રુઆરી એવો દિવસ છે કે જે 4 વર્ષ આવે છે. વર્ષ 2024નું લિપ વર્ષ હતું, તેથી 29 ફેબ્રુઆરીના દિવસે જન્મેલાં બાળકોનો જન્મદિવસ 4 વર્ષ બાદ એટલે કે વર્ષ 2028માં આવશે. 29 ફેબ્રુઆરી 2024ના અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં 16 બાળકોનો જન્મ થયો છે.

Gujarat Top News
Gujarat Top News

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની અઢી વર્ષની ટર્મ પૂર્ણ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે ડો.સુજય મહેતા અને ડેપ્યુટી ચેરમેન તરીકે વિપુલ સેવકને ફરીથી રિપીટ, સ્કૂલ બોર્ડની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજે મળેલી સ્કૂલ બોર્ડની બેઠકમાં બંને ચેરમેનને યથાવત રાખવા માટે સર્વાનુમતે મંજૂરી. લોકસભાની ચૂંટણીની તારીખ આગામી દિવસોમાં જાહેર થાય તેવી શક્યતાને કારણે 18 દિવસ પહેલા જ ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક.

1 4

મહેસાણા સિટી બસ સેવા ડચકા ખાવા લાગી : 10માંથી 6 રૂટ બે દિવસથી ઠપ

મહેસાણા: મહેસાણા નગરપાલિકા હદ વિસ્તારના જ 10 રૂટમાં મુસાફરો માટે એજન્સી કરાર પધ્ધતિથી ચાલતી સિટીબસ સેવા છેલ્લા કેટલાંક દિવસથી ડાચકા ખાવા લાગી છે. જેના કારણે સિટીબસની રાહ જોતા મુસાફરો વગર વાંકે હેરાન થાય છે. સતત બે દિવસથી 10માંથી 6 રૂટમાં સિટીબસ ન ફરકતાં નગરપાલિકાએ એજન્સીને ખુલાસો પૂછતી નોટિસ ફટકારીને પેનલ્ટીની તજવીજ હાથ ધરી છે.

3 3

બનાસકાંઠા : પાલનપુર એરોમા સર્કલ નવીનીકરણ

પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકના ભારણને ઓછું કરવા સર્કલથી સર્વિસ રોડ 7 મીટર પહોળા કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. સર્કલનું નવીનીકરણ થઈ ગયા બાદ હાઈવેથી આબુ હાઇવે તરફ જવા અને અમદાવાદ હાઈવેથી ડીસા હાઈવે તરફ જવા વાહનચાલકોએ ડાબી તરફની લેનમાં રહેવું પડશે. અરોમા સર્કલ કાઢી નાખી સર્કલ સિગ્નલ આધારિત કરવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સપર્ટ દ્વારા સમગ્ર ટ્રાફિકનો અભ્યાસ કર્યા પછી આ નિર્ણયને સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે.

2 3

ડીસા : વરસાદની આગાહીને પગલે માર્કેટયાર્ડના સંચાલકોએ ખેડૂતો અને વેપારીઓને એલર્ટ

ડીસા માર્કેટ દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓને આગાહીને પગલે રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જોકે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતો ચિંતિત બન્યા. વરસાદ થવાની આગાહીના પગલે ડીસા માર્કેટયાર્ડના સંચાલકોએ પણ સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના બે દિવસ દરમિયાન જણસ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે એલર્ટ કરાયા તેમજ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજની બોરીઓ પણ સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા માટે સૂચના આપવામાં આવી.

1 6

અંબાજી: મેઇન માર્કેટ બન્યો દેશી દારૂનો અડ્ડો, ખુલ્લેઆમ દારૂની રેલમછેલ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મેઇન બજારમાં જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જે બાદ મારામારીનાં દૃશ્યો પણ સર્જાયા. અંબાજી પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી સ્થળ પર પહોંચી દેશી દારૂની પોટલીઓ કબજે કરી. અંબાજી પોલીસ સ્થળ પર મોનીટરીંગ હાથ ધાર્યું.

2 2

રાજકોટ : માર્કેટ યાર્ડનું બજેટ મંજૂર, યાર્ડમાં પેટ્રોલ પંપ સહિતનાં વિકાસકામોને લીલીઝંડી

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ચેરમેન જયેશ બોઘરાનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ રૂ.34.92 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, માર્કેટ યાર્ડમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા, નવા સિમેન્ટ રોડ બનાવવા, નવા ડામર રોડ બનાવવા, પાણીની નવી લાઈન નાખવા અને દરેક દુકાને નળ કનેકશન આપવા સહિત ડ્રેનેજની નવી લાઈન નાખવા તેમજ દરેક દુકાને ડ્રેનેજ કનેક્શન આપવા, નવા પ્લેટફોર્મ બનાવવા, શાકભાજી વિભાગમાં વેજીટેબલ વેસ્ટમાંથી ખાતર બનાવવા માટે ઓર્ગેનિક વેસ્ટનો પ્લાન્ટ નાખવા સહિતના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ કામો મંજૂર થવાથી યાર્ડમાં પોતાની જણસી વેચવા આવતા ખેડૂતોને મોટો લાભ મળશે.

3 2

રાજકોટ : ટેબલના મુદ્દે વકીલોની સોમવારે હડતાળ, 9 માર્ચના લોકઅદાલતનો બહિષ્કાર

રાજકોટ બાર એસોસિએશન દ્વારા ટેબલ જગ્યા મામલે આગામી સોમવારે હડતાળનું એલાન અપાયું છે. ત્યારબાદ પણ જો પ્રશ્ન ન ઉકેલાય તો 9 માર્ચના રોજ લોકઅદાલતનો બહિષ્કાર કરવાની અને ત્યારબાદ પણ પ્રશ્ન ન ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે. તેમજ સિનિયર બાર સભ્યોની કમિટીની રચના પણ કરવામાં આવી છે.

4 3

પાટણ: ખાનગી બ્લડ બેંકોએ લીધો વર્ષો જૂની એસ.કે બ્લડ બેન્કનો ભોગ, બ્લડ બેન્ક બંધ

પાટણ: જિલ્લામાં પોતાની સેવાઓની સુવાસ ફેલાવનારી 1986 માં સ્થપાયેલી 38 વર્ષ જૂની પાટણની રોટરી ક્લબ દ્વારા સંચાલિત એસ.કે બ્લડ બેન્ક કે જે એક સમયની એકમાત્ર સરકાર માન્ય અને સમગ્ર ગુજરાતમાં પાંચમા ક્રમની બ્લડ બેન્કનો એવોર્ડ મેળવી ચૂકેલી એસ.કે બ્લડ બેન્ક ને આખરે તાળા મારવામાં આવ્યા છે. રોટરી ક્લબ સંચાલિત એસકે બ્લડ બેન્ક છેલ્લા ચારેક દાયકાથી કાર્યરત હતી જેમાં દરરોજ 70 થી વધુ બોટલોની સેવાઓ જરૂરિયાત મંદ દર્દીઓને રાહત દરે આપવામાં આવતી હતી

4 6

પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો સમારકામના કારણે રદ્દ

પોરબંદર પીટ લાઇનમાં ચાલી રહેલા સમારકામના કામને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. સમારકામના કામને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનો 02.03.2024 થી 14.04.2024 સુધી સંપૂર્ણપણે રદ રહેશે. જેની વિગત નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર – કાનાલુસ – પોરબંદર

2. ટ્રેન નંબર 09552/09551 પોરબંદર – ભાણવડ – પોરબંદર

3. ટ્રેન નંબર 09549/09550 પોરબંદર – ભાણવડ – પોરબંદર

4. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર – ભાવનગર – પોરબંદર

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

Table of Contents


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.