ગુજરાતના આ યુવાનોએ એક ક્રાંતિકારી લિફ્ટિંગ સોલ્યુશન આપ્યું છે. જે ભારે સામગ્રીના પરિવહનને સરળ બનાવવા માટે છે. કોઈ પણ ભારે વજન વિના પ્રયાસે દાદર દ્વારા ઉપર ચઢવું. આ ઇનોવેટિવ મોડલ્સ અત્યંત ચોકસાઇ સાથે એન્જીનીયરીંગ ટેકનોલોજીની કમાલ છે. જે સુનિશ્ચિત કરે છે કે ભારે વજન ઉપાડવાનું હવે વધુ સરળ બન્યું છે. જયારે દાદર પરથી કે એક સ્થાને થી બીજા સ્થળે ભારે વજન લઇ જવાની જરૂર પડે ત્યારે આ મશીન તમારા ભરોસાપાત્ર સાથીની જેમ ખુબ કામ લાગે છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને સામાન લીફટીંગ ની મદદ કરવામાં તે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે કામ લાગે છે. અને વિવિધ પ્રકારના માલસામાનને હેન્ડલ કરવામાં તેની વૈવિધ્યતા પૂરી પડે છે.
લિફ્ટિંગ અંતર્ગત ઘરગથ્થુ સામાન થી લઈને ઔદ્યોગિક સાધનો, ફર્નિચરથી લઈને 500 કિલો સુધીના ભારે વજન સુધી તમે સામાન લોડ અને અનલોડ કરવાના પડકારોનો સામનો કરી શકો છો. આ અદ્યતન ટેકનોલોજી લિફ્ટિંગ સોલ્યુશનની સગવડ અને વિશ્વસનીયતાનો અનુભવ પણ કરાવે છે આવો જાણીએ આ લીફટીંગ ટેકનોલોજી અને રોબોટ કહી શકાય તેવા મશીન વિષે. આ મશીનના સંશોધક કહી રહ્યા છેકે અમે દાદર પર ભારે સામગ્રીને ખસેડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવે તે માટે પ્રયત્ન કર્યો છે. અમારી કુશળતા સાથે એન્જીનીયરીંગનો અભ્યાસ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે નવા બેન્ચમાર્ક સેટ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમારું અંતિમ ધ્યેય આ ટેકનોલોજીમાં અગ્રણી બનવાનું છે, વર્ટિકલ એટલેકે ઉંચાઈ પર વધુ સ્માર્ટ, વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવાનું છે. અમારું અંતિમ વિઝન સીડી પર ભારે સામગ્રીને ઉપાડવા અને ખસેડવાના પડકારોને દૂર કરવામાં સરળતા રહે તે છે .હેવીટી ઓટોમેશન અત્યાધુનિક લિફ્ટિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે જે હેવી લિફ્ટિંગમાં ક્રાંતિ આવે તેના માટે સતત પ્રયત્નશીલ છે.
આ ઇનોવેશનથી કામદારોને સશક્ત બનાવવામાં મદદ મળે તે મુખ્ય હેતુ સાથે સલામતીની ખાતરી અને અદ્યતન રોબોટ્સ તમને દૈનિક વજન-સંબંધિત કાર્યોને વિના પ્રયાસે કરવા માટે સક્ષમ બનાવે છે. અને કોઈમ્પણ પ્રકારના વધારાના પ્રયત્ન વિનાનું લિફ્ટિંગનું ભારતનો પ્રથમ ઓટોમેટિક વજન ઉપાડનાર રોબોટ્સ મશીન આ અત્યાધુનિક સોલ્યુશન સાથે સીડી પર ભારે સામગ્રી ખસેડવાની રીતમાં ક્રાંતિ લાવશે. આ ટેકનોલોજી ખાસ કરીને બાંધકામની સાઈટ, ઉદ્યોગો અને ઘર સમાનની હેરાફેરીમાં ખુબ કામ લાગી શકે તે માટે ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત અને ભારત સરકારના સ્ટાર્ટ અપ કાર્યક્રમ હેઠળ ખુબ જ અગત્યનું સંશોધન આ યુવાનોએ કર્યું છે.
બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. દર્શક મિત્રો ગુજરાત સ્ટાર્ટ અપ કાર્યક્રમ કેવો લાગ્યો . સતત સમાચારની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ તથા વેબ સાઈટ સબ્સક્રાઇબ,લાઇક અને શેર કરી શકો છો, ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો.