Gujarat SIR Drive:ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીઓની સુધારણા કામગીરી તેજ ગતિએ ચાલુ છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કુલ 24.23 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. આ કામગીરીનો 74% હિસ્સો પૂર્ણ થઈ ચૂક્યો છે, જ્યારે બાકીની કામગીરી 4 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની તૈયારી છે. ત્યાર બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે.

Gujarat SIR Drive:મતદાર યાદીમાં નામ ઘટાડવાની પાછળ અનેક મુખ્ય કારણો જવાબદાર રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, મૃત્યુ પામેલા 10.47 લાખ મતદારોના નામ યાદીમાંથી કાઢવામાં આવ્યા છે. ઉપરાંત વિદેશ ગયેલા, અથવા સરનામે હાજર ન રહેલા 1.42 લાખ લોકોના નામ પણ રદ થયા છે. રાજ્યમાં સ્થળાંતર કરનારા, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ગયેલા 10.95 લાખ મતદારોનાં નામો પણ દૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત “ડબલિયા” મતદારો—એટલે કે એક કરતાં વધુ સ્થળે નામ ધરાવતા—માં પણ મોટાપાયે કામગીરી થઈ રહી છે. અંદાજે 1.39 લાખ ડબલિયા મતદારોના નામ રદ કર્યા છે. જો કે, બે સ્થળે નામ રાખવું ચૂંટણી કાયદા મુજબ દંડનીય ગુનો છે, છતાં ઘણી જગ્યાએ જાગૃતિના અભાવે લોકો હજુ પણ નિયમ જાણતા નથી.

Gujarat SIR Drive:રાજ્ય ચૂંટણી પંચનું કહેવું છે કે
SIRની કામગીરીને લઈને આ વર્ષે લોકો અને રાજકીય પક્ષોની સક્રિયતા વધી છે. મતદાન મથકો પર જ ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે અને લોકો ભારે પ્રમાણમાં સુધારણા માટે દોડધામ કરી રહ્યા છે.
Gujarat SIR Drive:ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે
4 ડિસેમ્બરના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદી પહેલાં દરેક જિલ્લાએ પોતાના ક્ષેત્રની યાદી ચોક્કસતા સાથે તૈયાર કરવી જરૂરી છે. રાજ્યભરમાં મતદાર યાદીની શુદ્ધિ, પારદર્શકતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા આ અભિયાન મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :
New Rules: ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારાના નવા નિયમો જાહેર




