Gujarat Ration Card :ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે રાજ્યભરમાં 69,102 રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 75.17 લાખ રેશનકાર્ડધારકો છે, પરંતુ છેલ્લા 6 વર્ષમાં કુલ 6.34 લાખ રેશન કાર્ડ વિવિધ કારણસર રદ થઈ ચૂક્યા છે.

Gujarat Ration Card :ઈ-કેવાયસી ન કરનારા રેશનકાર્ડધારકો મુશ્કેલીમાં
GujaratRationCard :PublicDistributionSystemકેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે તમામ રેશનકાર્ડધારકોને ઈ-કેવાયસી ફરજિયાત કરવાની સૂચના આપી હતી. છતાં પણ રાજ્યમાં હજારો લોકોએ ન તો ઈ-કેવાયસી કરાવી અને ન રાશન સિસ્ટમમાં પોતાનો ડેટા અપડેટ કર્યો.
- અનેક નકલી રેશનકાર્ડ ધરાવતા લોકો પણ ઓળખાયા.
- deadlines બાદ આવા કાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવ્યા.
સરકારનો સ્પષ્ટ આદેશ છે કે 31 ડિસેમ્બર 2025 પહેલાં ઈ-કેવાયસી ન કરનારાના રેશન કાર્ડ પણ રદ થશે.

Gujarat Ration Card :6 મહિનાથી રાશન ન લીધું હોય તો પણ કાર્ડ બંધ થઈ શકે
કેન્દ્ર સરકારના બીજા જાહેરનામા મુજબ—
- જે રેશનકાર્ડધારકોએ 6 મહિનાથી રાશન લીધું નથી,
તેમના કાર્ડ એક્ટિવ સ્થિતિમાંથી બહાર થઈ જશે. - તેના બાદ 3 મહિનામાં ડોર-ટુ-ડોર વેરિફિકેશન અને ઈ-કેવાયસી દ્વારા તેમના પાત્રતા ફરી તપાસાશે.
Gujarat Ration Card :શા માટે કરી રહી છે સરકાર આ કાર્યવાહી?
સરકારના મતે—
- નકલી રેશનકાર્ડ,
- ખોટી માહિતી,
- અને ગરીબોને મળતી અનાજની યોજનામાં ગેરરીતિ રોકવા
આ પગલાં મહત્વપૂર્ણ છે.
નાગરિકોને સૂચના
સરકારે તમામ રેશનકાર્ડ ધરકોને સમયસર ઈ-કેવાયસી પૂર્ણ કરવાની અને
નિયમિત રીતે રાશન લેવાની સલાહ આપી છે જેથી કાર્ડ રદ થવાથી બચી શકાય.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો





