GUJARAT RAIN UPDATE : આગામી 4 દિવસ રાજ્યમાં થશે મેઘતાંડવ !! જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ ?

0
178
GUJARAT RAIN UPDATE
GUJARAT RAIN UPDATE

GUJARAT RAIN UPDATE : હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે, રાજ્યમાં મેઘરાજાના ધડબડાટી બોલાવી રહ્યા છે, ગતસાંજથી સામાન્ય રીતે કોરા રહેલા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મન મુકીને વરસી ચુક્યા છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ મેઘરાજા રાજ્યમાં મેઘતાંડવ   કરી રહ્યા છે.  

GUJARAT RAIN UPDATE

GUJARAT RAIN UPDATE :  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ચોમાસુ મધ્ય-ઉત્તર ગુજરાતમાં પ્રવેશ્યું છે. ગતરોજ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મોડી રાતથી મધ્ય-ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લના માતરમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. તો આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

GUJARAT RAIN UPDATE :  મધ્ય-ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી

GUJARAT RAIN UPDATE


GUJARAT RAIN UPDATE :  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી મેધરાજા હેત વરસાવી રહ્યા છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ સહિત અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ શહેરમાં બે કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતાં અનેક જગ્યાએ પાણી ભરાવા સાથે જાડ ધરાશાયી થયા હતા. તો ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડતાં લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે.

GUJARAT RAIN UPDATE :  ક્યાં અને ક્યારે પડશે વરસાદ ?

  • 25 જૂન: ભારે થી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી   સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ
  • 26 જૂન: ભારે વરસાદ – પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
  • 27 જૂન: ભારે વરસાદ – નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલી
  • 28 જૂન: ભારે વરસાદ – ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદા નગર હવેલી 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો