Gujarat Rain : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે , જેમાં આગામી 24 કલાકમાં દ્વારકા પોરબંદર અને કચ્છ માં ભારે વરસાદની આગાહી છે.છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર માં 64 MM વરસાદ નોંધાયો હતો.જયારે જામ ખંભાળિયામાંમાં છેલ્લા 4 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો.
Gujarat Rain : ભાવનગરમાં ધોધમાર

આજે સતત ત્રીજા દિવસ પણ રાજ્યમાં અનેક જીલ્લોં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, આજે ભાવનગર, અમરેલી, દ્વારકા પોરબંદર કચ્છ જીલ્લમાં આજે પણ વરસાદ નોંધાયો હતો, ભાવનગર જિલ્લાના ગારીયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધારના મોરબા, પાંચ પીપળા, નવાગામ, સુખપર, નાના રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ઉપર વાસ પડેલા વરસાદના કારણે ગારીયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
Gujarat Rain : દ્વારકામાં મેઘમહેર
દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા આસપાસ ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી પાણી થયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા.
Gujarat Rain : જામખંભાળિયામાં સાડા સાત ઇંચ વરસાદ

જામખંભાળિયા શહેરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા શહેરના માર્ગો પર નદીઓ વહેતી થઇ છે ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા . આ ઉપરાંત વરસાદને પગલે શહેરમાં વિજ પુરવઠો ખોરવાયો હતો . જામ ખંભાળીયા પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Gujarat Rain : જૂનાગઢમાં મેઘરાજાની એન્ટ્રી

અસહ્ય બફારા બાદ જૂનાગઢમાં ધીમીધારે વરસાદની એન્ટ્રી થઈ છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બપોરના સમયે જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર ચોકડી, દોલતપરા જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જેથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
Gujarat Rain : પોરબંદરમાં મકાનોમાં પાણી ઘૂસ્યા, લોકોને હાલાકી

પોરબંદર શહેરમાં માત્ર પોણા ત્રણ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારમા વરસાદી પાણી ભરાયા હતા. શહેરના વિરડી પ્લોટ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોરબંદર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. સવારના ત્રણ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે એમજીરોડ, છાયાચોકી રોડ સહિતના મુખ્ય રસ્તા પર તો પાણી ભરાયા હતા.
Gujarat Rain : કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ

કચ્છમાં આજે સવારે મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. મુન્દ્રા તાલુકાના વવારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો ભુજના ભુજપરમાં પણ વરસાદ થયો હતો. આ સિવાય જિલ્લામાં ધૂપછાવનો માહોલ સર્જાતા સાંજ સુધીમાં વધુ વરસાદ થવાની સંભાવના ઊભી થઈ છે.
Gujarat Rain : કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી
- 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો