Gujarat rain : દેશના ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ ચાલુ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે. છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાત હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ પડશે. આજે સુરત નવસારી વલસાડ દમણ અને રાજકોટ જામનગર પોરબંદર ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તાપી, અમરેલી, બોટા ડીપમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat rain : લાઠ ગામ બેટમાં ફેરવાયું
રાજકોટના ઉપલેટાના લાઠ ગામમાં ત્રણ કલાકની અંદરમાં 12 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદને પગલે ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. તેવામાં અનેક રસ્તા, ઘરો અને દુકાના પાણી ભરાયા છે. ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભયાવહ સ્થિતિ ઊભી થઈ છે.
Gujarat rain : રૂકમાવતી નદી બે કાંઠે
કચ્છના માંડવી તાલુકાની સૌથી મોટી નદી રૂકમાવતી નદી બે કાંઠે વેહતી થઇ હતી. મોળી રાત્રે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા પાણીની આવક થતા રૂકમાવતી નદી બે કાંઠે વેહતી થઇ હતી. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીનાળા છલકાઈ ગયા હતા. રૂકમાવતી વહેતા નદી ઉપરથી મદનપુરા-કોડાયની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવી હતી. રૂકમાવતી નદી બે કાંઠે વહેતા નદી ઉપર થી મદનપુરા-કોડાય ની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવી હતી.
Gujarat rain : નખત્રાણાની બજારોમાં નદીના વહેણ
નખત્રાણામાં પણ મોડી રાતથી વહેલી સવાર સુંધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે નખત્રાણામાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે નખત્રાણાની બજારોમાં નદીના વહેણ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદના કારણે નખત્રાણાના રસ્તાઓ બંધ થયા હતા. નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ પર મથલ ગામ પાસે નદીના ડાયવર્ઝન પર પાણી ફરી ફરી વળતા રાજ્ય ધોરીમાર્ગ સવારથી બંધ કરવમાં આવ્યો હતો. રાજ્ય ધોરીમાર્ગ સવારથી બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Gujarat rain : સુરતમાં વરસાદે તારાજી સર્જી
સુરતમાં અવિરત વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવે છે…. જ્યારે સુરતમાં વરસાદે તારાજી સર્જી હોયા તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે…. સુરતમાં ધોધમાર વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશાય થયા હોવાના ઘટનાઓ બની રહી છે… ત્યારે પવન સાથે ભારે વરસાદ ખાબકતા સુરતમાં સિવિલ હોસ્પિટલ નજીક એક વૃક્ષ ધરાશાય થતા ટાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા… જ્યારે સુરતના વરાછાના સવાણી વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશાય થવાનો બનાવ સામે આવ્યો છે… ત્યારે હાલ ફાયરની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે….
Gujarat rain : ફુલઝર 1 ડેમમાં પાણીની આવક
સૌરાષ્ટ્રમાં સતત ધોધમાર વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક થઈ રહી છે. જામનગરમાં પણ આવી જ રીતે ડેમ અને જળાશયો અને ચેકડેમોમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ છે. કાલાવાડ વિસ્તારમાં આવેલ ફુલઝર 1 ડેમમાં પણ ભારે આવક પાણીની થઈ છે. જેને લઈ ડેમ ઓવરફ્લો થયો છે. ફુલઝર-1 ડેમ ઓવરફ્લો થવાને નદીના નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણ વાળા વિસ્તારોને કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
Gujarat rain : અબડાસામાં ધોધમાર વરસાદ
સરહદી કચ્છના અબડાસા તાલુકામાં ભારે વરસાદ બાદ તારાજી જેવા દ્રશ્યો સામે આવ્યા છે…. ત્યારે અબડાસા તાલુકામાં ભારે વરસાદ બાદ વધુ એક મધ્યમ સિંચાઇનો ડેમ ઓવરફ્લો થયો છે… અબડાસાનો બેરાચીયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે… બેરાચીયા, ભાચુંડા તેમજ રવા સહિતના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે….
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો