GUJARAT RAIN : હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે આખા ગુજરાતમાં છુટા-છવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવો વરસાદ થશે.
GUJARAT RAIN : હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છુટા-છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સાથે જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. પવનની ઝડપ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મોન્સુન ટ્રફ બિકાનેર ઉપર સ્થિત થયેલ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
GUJARAT RAIN : એક સપ્તાહ રહેશે વરસાદી વાતાવરણ
GUJARAT RAIN : હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી સપ્તાહમાં છુટા-છવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો