GUJARAT RAIN : મેઘરાજાએ ગુજરાતને બાનમાં લીધું, હજુ આગામી ૩ કલાક ભારે વરસાદની આગાહી   

0
143
GUJARAT RAIN
GUJARAT RAIN

GUJARAT RAIN :  રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, સમગ્ર રાજ્યને મેઘરાજાએ બાનમાં લીધું છે,  હવામાન વિભાગે પણ આગામી ચાર દિવસને લઈને રાજ્યમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે.  રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

GUJARAT RAIN

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તો નવસારી, વલસાડ સહિતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ કડાણામાં ખેતરો તળાવમાં ફેરવાયા છે. બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

GUJARAT RAIN :   આજે ક્યાં ક્યાં નોંધાયો વરસાદ ?

1 ) અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો,  જિલ્લના મોરડુંગરી, તખતપુર,ભેમપુર, મહિયપુર, સોનિકપુર, રુઘનાથપુરમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ નદી બન્યા હતા,  

૨ ) મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ગત મોડીરાતથી વરસાદ શરુ થયો હતો, જેમાં કડાણામાં પોણા 4 ઇંચ વરસાદ નોંધાયો હતો, ધોધમાર વરસાદને પગલે ખેતરો પાણી..પાણી થઇ ગયા હતા, બીજીબાજુ ખાનપુર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે બાલાસિનોરમાં 1 ઇંચથી વધુ તો લુણાવાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો,

૩ ) દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વ્યારા,વાલોડ,ડોલવણ સહિતના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  

4 ) સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, કતારગામ, ડભોલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,    

5 ) ત્રણ દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યા હતા.ધારી,, ઝર, મોરઝર, છતડીયા, ખીચા સહિતના ગામોમાં સતત વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

GUJARAT RAIN :   કયા છે ભારે વરસાદની આગાહી ?

હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને આગાહી કરી છે. આ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ પસાર થતી હોવાથી આ આગાહી કરવામાં આવી છે.

GUJARAT RAIN

GUJARAT RAIN :   ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:

  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા

GUJARAT RAIN :   દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે

  • નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા

GUJARAT RAIN :   મધ્યમ વરસાદની આગાહી

GUJARAT RAIN
  • દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ પડશે.

GUJARAT RAIN :   હળવા વરસાદની આગાહી

  • અમદાવાદ અને ગાંધીનગર
  • ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર
  • સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો