GUJARAT RAIN : જાણો ક્યાં ક્યાં ખાબક્યો ધોધમાર વરસાદ

0
275
GUJARAT RAIN :
GUJARAT RAIN :

GUJARAT RAIN :  રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, આખું રાજ્ય મેઘરાજાની અમીદ્રષ્ટીથી ભીંજાઈ રહ્યું છે. ત્યારે હજુ પણ મેઘરાજા ગુજરાતમાં તાબડતોડ બેટિંગ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  ત્યારે નજર કરીએ રાજ્યમાં આજે ક્યાં ક્યાં વરસાદ ખાબક્યો છે

GUJARAT RAIN : નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર

 નવસારી અને જલાલપોરમાં મોડી રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

મુશળધાર વરસાદને પગલે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

નવસારી જલાલપોર તાલુકાનાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

GUJARAT RAIN : અમરેલી: ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ગાબડું  

નવનિર્માણ પુલ પર નબળી ગુણવતાની પોલ ખુલી 

રાજુલા પંથકમાં પ્રથમ વરસાદે ખોલી નેશનલ ઓથોરિટીની પોલ

નેશનલ હાઈવે પરનો પુલ ધોવાતાં લોખંડના સળિયા બહાર આવ્યા

રાજુલાના હિંડોરણા નજીક આવેલ પુલ પર જોખમી ગાબડું  

GUJARAT RAIN : અમરેલી: સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર

સાવરકુંડલાના ભુવા ગામમાં રાતભર પડેલા વરસાદને કારણે નદીમાં પૂર

બે ઈંચ વરસાદથી ભુવા ગામની સ્થાનિક નદી છલકાઇ

GUJARAT RAIN : તાપી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ

વરસાદે તાપીમાં ડિજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી ઉઘાડી પાડી

છેલ્લા 24 કલાકમાં વાલોડ પંથકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ

વાલોડ પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

કેટલાક વિસ્તારોમાં વીજ થાંભલા ધરાસાઈ

GUJARAT RAIN : પાટણ: પાટણ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ

પાટણ, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર અને સિદ્ધપુર તાલુકામાં વરસાદ

પાટણના તમામ તાલુકામાં ધીમી ધારે વરસાદ

વાવેતર લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી

GUJARAT RAIN : મોરબી:  ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા

શહેરના શનાળા રોડ, સાવ સર પ્લોટમાં પાણી ભરાયા

ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

મોરબીના નહેરુ ગેટ પાસે દુકાનમાં વરસાદી પાણી ઘુસ્યા

બુઢ્ઢા બાવા વારી લેનમાં દુકાનની અંદર વરસાદી પાણી ઘુસ્યા  

 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો