GUJARAT RAIN: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં મેઘમહેર
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભૂજમાં 5.0 ઈંચ, સુબિરમાં 5.28 ઈંચ, બારડોલીમાં 4.92 ઈંચ, પલાસણામાં 4.45 ઈંચ, નખત્રાણામાં 4.4 ઈંચ, વલ્લભીપુરમાં 4.21 ઈંચ, વ્યારામાં 3.90 ઈંચ, વાંસદામાં 3.54 ઈંચ અને બાલાસિનોરમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. આગામી આઠમી અને નવીમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

GUJARAT RAIN: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને કારણે ખેડૂતોને ચોમાસુ પાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે. માલપુર અને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે
. સાકરિયા, માથાસુલિયા અને ટિસ્કી પંથકના ખેતરો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીથી છલકાઈ ઉઠ્યા છે. અને ક્યાંક ક્યાંક તો નદી-નાળા છલકાઈને ખેતરોમાં ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે ખેતરોમાં વાવેતર કરેલો મકાઈ, બાજરી અને જુવારનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ
GUJARAT RAIN: મોરબી શહેરમાં મેઘરાજાનું આગમન
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. બપોર બાદ મોરબીના વાવડી રોડ, શનાળા રોડ, રવાપર રોડ, પંચાસર રોડ, સામાકાંઠે, અને ત્રાજપર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું. લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલા વરસાદને કારણે ખેડૂતો અને સામાન્ય જનતા બંનેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચોમાસાની શરૂઆતમાં થયેલો આ વરસાદ ખાસ કરીને ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવી આશા છે. વરસાદ શરૂ થતાની સાથે જ શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારામાંથી શહેરીજનોને મુક્તિ મળી છે. વરસાદી માહોલ બનતા લોકોએ પોતાના કામ પડતા મૂકીને વરસાદની મજા માણી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ મોરબી સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ
GUJARAT RAIN: ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં રવિવારના રોજ આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ધીમી ઝરમર વરસાદ વરસતો રહ્યો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કુલ 22.75 મિમી વરસાદ નોંધાયો છે, જેમાં દહેગામમાં 36 મિમી, કલોલમાં 32 મિમી, ગાંધીનગરમાં 13 મિમી અને માણસામાં 10 મિમી વરસાદ થયો છે. ખાસ કરીને દહેગામ અને કલોલમાં વધુ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી.
સોમવારે સવારે વરસાદે વિરામ લીધો છે અને શહેરમાં તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર જિલ્લામાં 15મી જૂનથી ચોમાસાની ઔપચારિક શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં મોસમનો લગભગ 32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે અને ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
GUJARAT RAIN:કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે પવન
દેશભરમાં વરસાદનો માહોલ જમેલો છે, આગામી 48 કલાક ગુજરાત સહિત અનેક પાડોશી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે ગુજરાત , રાજસ્થાન , મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ સહિત અનેક પાડોશી રાજ્યોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, મહારાષ્ટ્રના નાગપુરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વિદર્ભ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આજથી રાજસ્થાનમાં ચોમાસુ ફરી વેગ પકડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ પર એક સાઈક્લોનિક સર્ક્યુકેશન રચાયું છે, જે હવે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. રવિવારે, કરૌલીના મહાવીરજીમાં 30 મીમી, ચુરુમાં 32.4 મીમી, બાંસવાડાના અર્થુવાનામાં 35 મીમી વરસાદ પડ્યો હતો. બીજીબાજુ ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામમાં સવારે પડેલા વરસાદના પગલે શહેરના માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પસાર કરવામાં હાલાકી પડી હતી, કચ્છના ભચાઉ , અંજાર , ગાંધીધામ સહિત અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે,
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: GUJARAT RAIN: જાણો ક્યાં જીલાઓમાં આજે કેટલો વરસાદ?