Gujarat Rain : અમદાવાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી  

0
217
Gujarat Rain
Gujarat Rain

Gujarat Rain : આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે નાગરિકોને ઠંડક અને રાહતનો અનુભવ થયો છે.

Gujarat Rain : અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બુધવારે અમદાવાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ થરૂ થયો છે. અમદાવાદના પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે પર વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain :  અમદાવાદમાં કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં પ્રહલાદનગર, મકરબા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત હાઇકોર્ટ, ગોતા, સોલા સહિતના એસજી હાઇવે વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. આ સાથે વેજલપુર, સાયન્સ સિટી, શીલજ, વૈષ્ણદેવી, શિવરંજની, ચાંદખેડા, ધુમા, બોપલ, આંબલી, જુહાપુરા, શ્યામલ, યુનિવર્સિટી રોડ, ભાડજ, રાણીપ, વાડજ, પંચવટી, મીઠાખળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ, ધોધમાર વરસાદને પગલે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે.

Gujarat Rain

Gujarat Rain :  શું છે હવામાન વિભાગની આગાહી ?

હવામાન વિભાગે આજે જાહેર કરેલી આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ: ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં વરસાદ: આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વરસાદ: • અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

માછીમારો માટે ચેતવણી: માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મૌસમી પરિસ્થિતિ: ઓફશૉર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા વધી છે.

આગામી દિવસોની આગાહી: ત્રીજા દિવસે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટની આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો