Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ સંબંધિત અકસ્માતોને કારણે 8 લોકોના મોત નિપજ્યાં છે. હવામાન વિભાગે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઑરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat Rain: ગુજરાત ટોપ-5 રાજ્યમાં સામેલ
છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં 428 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, એક દાયકામાં સૌથી વધુ વખત અતિ ભારે વરસાદ પડ્યો તેવા ટોપ-5 રાજ્યમાં ગુજરાત છે.
ગુજરાતમાં 2019થી લઇ 2023 દરમિયાન કુલ 1115 વખત અતિભારે એટલે કે 4.5થી 8 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. ઇન્ડિયન મેટિરિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ મુજબ ભારે વરસાદની ત્રણ કેટેગરી છેઃ ભારે વરસાદ(2.5-4.5 ઇંચ), અતિભારે(4.5-8 ઇંચ) અને અત્યંત ભારે(8 કે વધુ ઇંચ).
રાજ્યસભાના જવાબ મુજબ, 10 વર્ષમાં ગુજરાતમાં 2019માં સૌથી વધુ 75 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબક્યો હતો. 2023માં ગુજરાતમાં 49 વખત અત્યંત ભારે વરસાદ અને 264 વખત કોઇને કોઇ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. 2014થી 2023 દરમિયાન ઓડિશામાં સૌથી વધુ 608 વખત 8 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબક્યો છે.
રાજ્ય | અતિ ભારે | અત્યંત ભારે |
ઓડિશા | 3433 | 608 |
મેઘાલય | 713 | 549 |
મહારાષ્ટ્ર | 3430 | 472 |
કર્ણાટક | 3468 | 433 |
ગુજરાત | 1906 | 428 |
Gujarat Rain: ગુજરાતમાં આગાહીને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. એક નજર –
Gujarat Rain: ઓરેન્જ એલર્ટ
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Rain: યલો એલર્ટ
27 જુલાઈ : સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે. આ દિવસે રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
28 જુલાઈ : ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.”
અત્ર-તત્ર-સર્વત્ર વરસાદ
મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 7 જિલ્લામાંથી 4 હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાતમાં પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતના બનાસકાંઠામાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે.
દેશના ઘણા રાજ્યોમાં ભયંકર વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. ત્રણેય રાજ્યોના અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે.
કટની જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારો પણ પાણી હેઠળ છે, ધીમરખેડા અને બહોરીબંધ તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો ટાપુઓમાં ફેરવાઈ ગયા છે. એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગુરુવારે એટલો વરસાદ પડ્યો હતો કે ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. આ જ સ્થિતિ એમપી અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ જોવા મળી હતી. રસ્તાઓ નદી બની ગયા છે.
પુણેમાં વરસાદના એલર્ટને જોતા તમામ શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સેનાએ બચાવ કામગીરીની જવાબદારી લેવી પડી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો