GUJARAT RAIN : રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, આખું રાજ્ય મેઘરાજાની અમીદ્રષ્ટીથી ભીંજાઈ રહ્યું છે. ત્યારે હજુ પણ મેઘરાજા ગુજરાતમાં તાબડતોડ બેટિંગ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

GUJARAT RAIN : સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
GUJARAT RAIN : હવામાન વિભાગના મતે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે. આજે સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

તે સિવાય સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. 20 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
GUJARAT RAIN : ક્યાં પડ્યો વરસાદ ?
GUJARAT RAIN : રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ જૂનાગઢ શહેરમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

GUJARAT RAIN : આ ઉપરાંત બારડોલી તાલુકામાં ૨૩૯ મી.મી., ખંભાળિયામાં ૨૨૯ મી.મી., માણાવદર ૨૨૪ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ, નવસારી તાલુકામાં ૨૧૪ મી.મી., કલ્યાણપુર તાલુકામાં ૨૦૦ મી.મી., જલાલપોર તાલુકામાં ૧૯૬ મી.મી., મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચથી વધુ જ્યારે પલસાણામાં ૧૯૦ મી.મી., મેંદરડામાં ૧૮૩ મી.મી., ધોરાજીમાં ૧૭૮ મી.મી., મહુવામાં ૧૭૬ મી.મી., મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો