
GUJARAT Politics: પડકાર નહીં પરંતુ હવે કોંગ્રેસનું ‘દર્દ’ બનવાનું શરુ થયું છે ગુજરાત રાજ્યના, એક પછી એક મોટા ગજાના નેતાઓ ‘ટાયટેનિક’ જહાજ ડૂબે તે પહેલા છલાંગ લગાવી રહ્યા છે, પરંતુ આ નેતાઓ ભવિષ્યમાં તરી જશે કે ડૂબી જશે તે ચોક્કસથી જોવાનું રહ્યું… કોંગ્રેસમાં મચેલી આ બધી નાસભાગ શું રાહુલ ગાંધી અટકાવી શકશે?… રાજકીય નિષ્ણાતોની માનીએ તો હજી પણ ઘણા નેતા લાઈનમાં જ ઉભા છે જે કોંગ્રેસને ટાટા-બાય-બાય કહેવાના છે…

માત્ર બે મહિનામાં ત્રણ ધારાસભ્યોએ છોડ્યો કોંગ્રેસનો હાથ
વર્ષ 2024 ની શરૂઆતથી, ગુજરાતમાં ત્રણ ધારાસભ્યો અને એક ડઝન પક્ષના નેતાઓએ રાજીનામું આપ્યું છે. તમામ નેતા ભાજપમાં જોડાયા છે. અન્ય મોટા નેતાઓમાં પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવાનું નામ પણ સામેલ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આગામી દિવસોમાં વધુ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ છોડી શકે છે. જો આમ થશે તો ગુજરાત પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 17 થી ઘટીને 14 પર આવી જશે. તે સિંગલ ડિજિટ સુધી પહોંચશે.
આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીને રોકવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસની મુશ્કેલીઓ ગુજરાતમાં ચોક્કસપણે વધશે. જો પાર્ટી 2024ની ચૂંટણીમાં ફરી એકપણ સીટ જીતી શકતી નથી, તો એપ્રિલ, 2026માં ગુજરાતમાંથી સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. પાર્ટીના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે.
GUJARAT Politics: કોંગ્રેસ નેતાઓની ગેરંટી ખતમ?
એજ તરફ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરંટી આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની ગેરંટીનો અંત આવ્યો છે કે કેમ તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને વર્ષ 2023ને બાજુ પર રાખો. તેમ છતાં 2024ના પ્રથમ 65 દિવસમાં પાર્ટીના નવ મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે.
GUJARAT Politics: અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, ચિરાગ પટેલ, ત્રણેય હાજર વિધાનસભાના સભ્યો હતા. આ ઉપરાંત પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા, જોઇતા પટેલ, ચિરાગ કાલરીયા, બળવંત ગઢવીના નામનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતાઓ મોટા પાયે ભાજપમાં જોડાતા વિશ્વાસનું સંકટ પણ ઉભું થયું છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો કોંગ્રેસી નેતા ના પાડી રહ્યા હોય તો પણ તેમની પાસેથી શું ગેરંટી લેવી કે તેઓ ભાજપમાં નહીં જોડાય.
અહીં એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે જે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે તેમને દાયકાઓ સુધી કોંગ્રેસમાંથી ઘણું બધું મેળવ્યું જ છે.. પરંતુ હકીકત એ પણ છે કે જયારે જહાજ ડૂબવાનો ડર હોય તો લોકો જહાજને બચાવવાના બદલે છલાંગ લગાવીને પોતાનો જીવ બચાવવામાં હોશિયારી માને છે.
GUJARAT Politics: કેમ કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા નેતા..?
જો કોંગ્રેસના નેતાઓનો પાર્ટી છોડવાનો ટ્રેન્ડ આમ જ ચાલુ રહ્યો તો પાર્ટીના હાલ UP જેવા થઇ જશે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી માર્ચ 1995 થી સત્તા પર નથી. 2017ની વિધાનસભા ચૂંટણીને બાદ કરતાં છેલ્લા 29 વર્ષમાં પાર્ટી સતત નબળી પડી છે. પાર્ટીના છેલ્લા મુખ્યમંત્રી છબીલદાસ મહેતા હતા, જે બાદ પાર્ટીએ ભાજપના બળવાથી રચાયેલી રાષ્ટ્રીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું.
સરકારની બાગડોર સંભાળ્યા બાદ પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા સતત ઘટતી ગઈ છે. તેની સીધી અસર નગરપાલિકા-પંચાયતમાં પણ જોવા મળી છે. કોંગ્રેસ હવે કોઈપણ મહાનગરમાં સત્તામાં પર નથી. સહકારી ક્ષેત્રની સમિતિઓમાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ ખતમ થઈ ગયું છે. આવી સ્થિતિમાં પક્ષના નેતાઓમાં ઘેરી નિરાશા જોવા મળી રહી છે. (GUJARAT Politics)
પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વને વધુ સક્રિય થવાની જરૂર છે, કેન્દ્રીય નેતૃત્વ ઉદાસીન છે. કોંગ્રેસ પાર્ટી પાસે ગુજરાતને લઈને કોઈ સ્પષ્ટ રણનીતિ નથી. એટલા માટે નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે.
નવાઈની વાત એ છે કે તેમને રોકવાવાળું પણ કોઈ નથી. તેનાથી વિપરિત રાજ્યમાં ડબલથી ટ્રિપલ એન્જિનની સરકાર બન્યા બાદ ભાજપ કોંગ્રેસના નેતાઓની ભરતીમાં વ્યસ્ત છે. આ જોઈને સવાલ થાય છે કે દેશમાં ‘કોંગ્રેસ મુક્ત’ થવા વાળું રાજ્ય શું ગુજરાત હશે?
125 નેતાઓએ કોંગ્રેસને કહ્યું ટાટા-બાય-બાય
2002 પછી કોંગ્રેસમાંથી લગભગ 125 મોટા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો હજુ પણ ભાજપના સંપર્કમાં હોવાની ગુજરાતના રાજકીય વર્તુળો (GUJARAT Politics)માં ચર્ચા છે. જો આમ થશે તો પાર્ટી વિધાનસભામાં સિંગલ ડિજિટ પર પહોંચી જશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને 182માંથી માત્ર 17 બેઠકો મળી હતી. ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડ્યા બાદ સંખ્યાબળ ઘટીને 14 થઈ ગયું છે.
જો વધુ પાંચ ધારાસભ્યો પાર્ટી છોડે તો કોંગ્રેસ 9 સુધી પહોંચી જશે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતો છીનવી લીધા હતા. જો રાજ્યમાં કોંગ્રેસ વધુ નબળી પડશે તો આમ આદમી પાર્ટી માટે તે ચોક્કસથી નવી તક બની જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે થોડા સમય પહેલા જ જણાવ્યું હતું કે, ભાજપ સામ, દામ, દંડની રાજનીતિના કારણે નેતાઓ શરણાગતિ સ્વીકારી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના કાર્યકરો પક્ષ સાથે છે. ભાજપ લાલચ આપીને અને એજન્સીઓનો ઉપયોગ કરીને પાર્ટીને તોડે છે. #GUJARAT Politics
# GUJARAT Politics
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો