Gujarat Monsoon : આખું સપ્તાહ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

0
112
Gujarat Monsoon
Gujarat Monsoon

Gujarat Monsoon : રાજ્યમાં ચોમાસું હવે બેસી ગયું છે અને ચારેયકોર મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

Gujarat Monsoon :  રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Monsoon : શું છે આગાહી ?

  • આજે (29 જૂન): બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની શક્યતા.
  • 30 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
  • 1 જુલાઈ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
  • 2 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.
  • 3 જુલાઈ: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.

Gujarat Monsoon :  10 વર્ષમાં બીજો સૌથી કોરો જૂન! રાજ્યભરમાં વરસાદની 39% ઘટ


રાજ્યમાં અત્યારસુધી સરેરાશ વરસાદ 6.85 ટકા છે. જૂનના અંત સુધીમાં સરેરાશ વરસાદ કરતાં 39 ટકા વરસાદની ઘટ છે. માત્ર બે જિલ્લા દેવભૂમિ દ્વારકા અને કચ્છને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. છેલ્લાં 10 વર્ષમાં જૂન મહિનામાં બીજી વખતનો સૌથી ઓછો વરસાદ છે. 2016માં જૂનમાં સરેરાશ માત્ર 4.61 ટકા વરસાદ જ થયો હતો. સૌથી વધારે 2023માં 23 ટકા પડી ગયો હતો. ગત વર્ષના આંકડાઓ પ્રમાણે, સરેરાશ વરસાદ કચ્છમાં 76 ટકા વરસાદ થઈ ગયો હતો, જેની સામે હવે 13 ટકા જ છે. 10 વર્ષમાંથી 6 વખત જૂનમાં 10 ટકાથી વધારે વરસાદ થયેલો છે. રાજ્યનાં જળાશયોમાં હાલની સ્થિતિએ 38 ટકા જળસંગ્રહ છે અને સરદાર સરોવરમાં 53 ટકા પાણી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .