Gujarat Mining news:ખનીજ વહન કરતા વાહનોમાં GPS ફરજિયાત, બંધ રહેશે તો રોયલ્ટી પાસ નહીં મળે

0
115
Mining
Mining

Gujarat Mining news:ગુજરાતમાં ખનીજ વ્યવસાય સાથે જોડાયેલા ઉત્પાદકો માટે રાજ્ય સરકારે વધુ એક કડક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે ખનીજ લઈ જતા તમામ વાહનોમાં GPS સિસ્ટમ ઇન્સ્ટોલ કરી તેને સતત ચાલુ રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો વાહન ચાલું સ્થિતિમાં GPS બંધ રહેશે અથવા પૂરતો ડેટા ઉપલબ્ધ નહીં હોય તો રોયલ્ટી પાસ તથા ચલણ જારી કરવામાં નહીં આવે, જેના કારણે ખનીજ ઉત્પાદકોમાં ચિંતા અને છુપો રોષ જોવા મળી રહ્યો છે.

Gujarat Mining news

Gujarat Mining news:15 ડિસેમ્બરથી અમલ, જિલ્લાવાર કડક સૂચના

રાજ્ય સરકારના આદેશ અનુસાર 15 ડિસેમ્બરથી રેતી, કપચી સહિતના ખનીજનું વહન કરતા તમામ વાહનોમાં GPS ચાલુ રાખવું ફરજિયાત કરાયું છે. દરેક જિલ્લાની ખાણ-ખનીજ વિભાગની કચેરી દ્વારા ઉત્પાદકોને આ અંગે લેખિત સૂચનાઓ આપવામાં આવી છે અને નિયમનો કડક અમલ કરવા જણાવાયું છે.

Gujarat Mining news:GPS બંધ રહેશે તો આખી સિસ્ટમ બ્લોક

સરકારની સ્પષ્ટ ચેતવણી છે કે જો મુસાફરી દરમિયાન GPS બંધ રહેશે, ડેટા પૂરતો નહીં મળે અથવા GPS સાથે કોઈપણ પ્રકારની છેડછાડ થશે તો:

  • રોયલ્ટી પાસ જનરેટ નહીં થાય
  • ખનીજ વહન માટેનું ચલણ નહીં મળે
  • વાહનને બ્લેકલિસ્ટ કરવામાં આવશે
  • સમગ્ર ખનીજ વ્યવહાર સિસ્ટમ જ અટકી જશે

Gujarat Mining news:15 દિવસની અસ્થાયી છૂટછાટ

Gujarat Mining news

સરકારે શરૂઆતમાં 15 દિવસની અસ્થાયી છૂટછાટ આપી છે. આ સમયગાળા દરમિયાન ઉત્પાદકોને નવી વ્યવસ્થામાં ઢળવા માટે સમય મળશે. જોકે સરકાર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે 30 ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછો 80 ટકા GPS ડેટા ફરજિયાત ઉપલબ્ધ હોવો જોઈએ.

ખનીજ ઉત્પાદકોમાં રોષ

નવા નિયમો અમલમાં આવતા ખનીજ ઉત્પાદકોમાં અસંતોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે:

  • પહેલેથી જ પર્યાવરણ મંજૂરી અને નિયમોની જટિલતા
  • ખાણ-ખનીજ ખાતાના સ્ટાફની હેરાનગતિ
  • હવે GPS ડિવાઇસની જવાબદારી પણ ઉત્પાદકોના માથે

આ તમામ બાબતોને કારણે ઉત્પાદન અને પરિવહન વધુ મુશ્કેલ બન્યું છે. ઉત્પાદકો અને રાજ્ય સરકાર વચ્ચે આવનારા દિવસોમાં ખેંચતાણ વધવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.

સરકારનો ઉદ્દેશ

સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ગેરકાયદેસર ખનીજ વહન, રોયલ્ટી ચોરી અને ગેરરીતિ પર કાબૂ મેળવવાનો છે. GPS ટ્રેકિંગથી ખનીજના પરિવહન પર સતત નજર રાખી શકાશે અને પારદર્શિતા વધશે.

નવા નિયમો વચ્ચે હવે જોવાનું રહેશે કે ખનીજ ઉદ્યોગ સરકારના આ નિર્ણયને કેવી રીતે સ્વીકારીને આગળ વધે છે કે પછી વિરોધનું સ્વરૂપ વધુ ઉગ્ર બને છે.

આ પણ વાંચો :Sir Gujarat :ગુજરાતમાં SIR અભિયાન પૂર્ણ, આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે