Midday Meal Scheme: એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણની વાતો અને પ્રચાર કરવામાં આવે તો, બીજી તરફ સરકાર પોતે જ નાના બાળકોની થાળીમાંથી નાસ્તો ગાયબ કરી રહી છે. સૌથી મોટી વાત તો એ છે કે ભૂખમરા ઇન્ડેક્સમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન આપણા કરતા સારી સ્થિતિમાં છે.
સરકાર પહેલાથી ગરીબ બાળકો માટે સરકારી સ્કૂલો તો એક પછી એક બંધ કરી જ રહી છે. હવે મધ્યાહન ભોજન યોજના પર પણ કાતર ચલાવવામાં આવી છે. સરકારની મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા 43 લાખ બાળકો માટે માઠા સમાચાર આવ્યા છે.
સરકારી તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (Midday Meal Scheme) ચલાવવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળક માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો.
Midday Meal Scheme નો નવો પરિપત્ર
નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મધ્યાહન ભોજનમાં સવારનો નાસ્તો બંધ
ગુજરાતમાં લાખો બાળકો કુપોષણનો શિકાર છે. ત્યારે રાજ્ય સરકારે શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં સવારનો નાસ્તો બંધ કરવાનો નિર્ણયને લોકો તકલઘી નિર્ણય ગણાવી રહ્યા છે. આ નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી બાળકોને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો બંને આપવામાં આવતું હતું. પીએમ પોષણ યોજના કચેરીના કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા તારીખ 28 ઓગસ્ટ 2024 ના ઠરાવ અનુસાર પીએમ પોષણ યોજના હેઠળ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2023 અને ભારત સરકારના પીએમ પોષણ યોજના માટેની ગાઈડલાઈન અનુસાર શાળામાં બપોરનું ભોજન આપવાનું હોય છે.
સરકારના આ નિર્ણયથી બાળકો પોષણથી વંચિત રહેશે: કોંગ્રેસ
મધ્યાહન ભોજન યોજના હેઠળ નાસ્તો બંધ કરવાના નિર્ણય પર કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી રાજ્યના 43 લાખ બાળકો પોષણથી વંચિત રહેશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના બાળકોમાં કુપોષણના પ્રમાણમાં વધારો થશે.
કોંગ્રેસ શાસનમાં શરૂ થઇ હતી ‘Midday Meal Scheme’
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂ થઈ હતી. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે.
સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
હકીકતમાં પીએમ પોષણ અભિયાન અંતર્ગત સોમવારથી શનિવાર સુધીના અલગ-અલગ મેનુ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બાળકોમાં કેલરી અને પ્રોટીનની માત્રા જળવાઈ રહે તેવા મેનુ તૈયાર કરવામાં આવ્યા છે. નવા મેનુમાં કઠોળ, દાળ, ચણા અને લીલા શાકભાજીના વધારે ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. અત્યારે જે મેનુ અમલમાં છે, તેમાં વિદ્યાર્થીઓને સપ્તાહમાં જ માત્ર બે દિવસ જ શાક મળતું હતુ. જો કે નવા મેનુમાં સપ્તાહમાં સપ્તાહમાં 5 દિવસ શાકભાજી પીરસવામાં આવશે.
જો કે હકીકત તો એ છે કે, કેટલાક મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને વચોટિયાના કારણે પહેલાથી બાળકોને આપવામાં આવતું અનાજ સગેવગે કરવાની રાડો ઉભી થઇ હતી. એવામાં સરકારે નાસ્તો પણ બંધ કરતા હવે જોવાનું રહેશે કે બાળકોના મોઠામાં કયો અને કેટલો કોળીયો જશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો