Gujarat loksabha results : જાણો ગુજરાતમાં કોણ કેટલા મતથી જીત્યું ?
1 ) ગુજરાતમાંથી કોંગ્રેસ માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા છે.
2 ) જૂનાગઢના સાંસદ કોણ બનશે તેનો ફેંસલો થઈ ગયો છે. લોકસભા-2024ના ચૂંટણી જંગમાં જૂનાગઢ બેઠક પર 58.57 ટકા મતદાન નોંધાયું હતું. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. ત્યારે જૂનાગઢ બેઠક પર ભાજપની શાનદાર જીત થઈ છે. રાજેશ ચુડાસમાની 134360 મતથી જીત થઈ છે.
3 ) વસારીમાં લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ ભવ્ય જીત મેળવી છે. નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતર્યા હતા.
4 ) કચ્છથી ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે 2024માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. કચ્છની લોકસભા બેઠક પર કમળની શાનદાર જીત થઈ છે.
5 ) મહેસાણા લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ભાજપનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલની જીત થઈ છે. ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ 316102મતથી વિજેતા થયા છે. હરિ ભાઈ પટેલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જેઓની હાર થઈ છે.
6 ) વર્ષ 2019માં ભાજપે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે તેઓ અડવાણીનો રેકોર્ડ તોડીને 5 લાખ મતોથી જીત્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસના નેતા સોનલ પટેલ સામે ચૂંટણી લડી હતી.ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી જીત થઈ છે.
7 )
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો