GUJARAT LOKSABHA :  ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન સમયે જાહેરરજા, નોકરિયાતોનો પગાર પણ નહિ કાપી શકાય  

0
50
GUJARAT LOKSABHA
GUJARAT LOKSABHA

GUJARAT LOKSABHA : દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. એને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. લોકપ્રતિનિધિ અધિનિયમ, 1951ની 135(B)(1)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.

GUJARAT LOKSABHA

GUJARAT LOKSABHA :  પગારની રજા કોને મળશે?

GUJARAT LOKSABHA


GUJARAT LOKSABHA :  રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલીડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની 26 બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26-વિજાપુર, 108-ખંભાત, 136-વાઘોડિયા, 85-માણાવદર અને 83-પોરબંદર એમ પાંચ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ છે. આ દિવસે સરકારે પેઇડ હોલીડે જાહેર કર્યો છે.

GUJARAT LOKSABHA : ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ

GUJARAT LOKSABHA


GUJARAT LOKSABHA :  182 સભ્યવાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. એ સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતાં 156 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ અત્યારસુધીમાં છ ધારાસભ્ય રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યાર બાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે, જેને લઈને આ ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે એમ છે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણી યોજાશે તો પરિણામો રસાકસીવાળાં બની રહેશે.

GUJARAT LOKSABHA : રાજ્યમાં કુલ 4.96 કરોડ મતદારો


GUJARAT LOKSABHA :  ગુજરાતમાં 7 મેએ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યના કુલ 4.96 કરોડ મતદારો પૈકી 18-19 વર્ષની વયના યુવા, એટલે કે પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે એવા મતદારોની સંખ્યા 11,75,444 છે, જ્યારે 80 કરતાં વધુ વર્ષના મતદારોની સંખ્યા 1001448 છે. 100 વર્ષની ઉંમરના લોકો 10 હજાર જેટલા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો