GUJARAT LOKSABHA ELECTION : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજવાનું છે, ત્યારે ગુજરાતમાં ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર હવે શરુ થવાનો છે, ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે, તમને જણાવી દઈએ કે આગામી 7 મે ના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે.

GUJARAT LOKSABHA ELECTION : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સુરત બેઠક ભાજપને બિનહરીફ મળ્યા બાદ બાકીની 25 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થાય તે પૂર્વે પ્રચાર માટે બાકી રહેલા 12 દિવસમાં ભાજપ- કોંગ્રેસના નેતાઓ પ્રચાર માટે ગુજરાત આવવાના છે. ખાસ કરીને ભાજપ વતી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સભાઓ ગજાવશે.

GUJARAT LOKSABHA ELECTION : 1 મેં ના રોજ વડાપ્રધાન મોદી ગજવશે સભા
GUJARAT LOKSABHA ELECTION : ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.27મીના રોજ સાંજે ચાર વાગ્યે જામકંડોરણા ખાતે જાહેર સભા સંબોધવાના છે તો વડાપ્રધાન મોદી આગામી તા.1મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે આવશે જાહેરસભા સંબોધવાના છે.

GUJARAT LOKSABHA ELECTION : મળતી માહિતી મુજબ ગૃહમંત્રી અમિત શાહ તા.27મીના રોજ જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં 50 હજાર લોકોની સભા સંબોધશે. આ માટે ધારાસભ્ય જયેશ રાદડીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે. લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો