Gujarat Local Body Polls: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યૂગલ સત્તાવાર રીતે ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધીની તમામ ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાશે.
Gujarat Local Body Polls: ચૂંટણીનું ટાઈમટેબલ

- મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
- મતગણતરી: 28 એપ્રિલ, 2026
- આચારસંહિતા: આજથી જ સમગ્ર રાજ્યમાં અમલી
Gujarat Local Body Polls: ચૂંટણીનો વ્યાપ
આ વખતે રાજ્યમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં સ્થાનિક સંસ્થાઓ માટે જંગ જામશે:
- 15 મહાનગરપાલિકાઓ
- 84 નગરપાલિકાઓ
- 34 જિલ્લા પંચાયતો
- 260 તાલુકા પંચાયતો

મહત્વના મુદ્દાઓ (હાઈલાઈટ્સ)
- ભાજપની ‘સ્પેશિયલ 26′ સ્ટ્રેટેજી: ઉમેદવારોની પસંદગીમાં કોઈ ‘સેટિંગ’ ન ચાલે તે માટે ભાજપે ઇન્કમટેક્સ રેડની જેમ ગુપ્ત રીતે નિરીક્ષકો મોકલીને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
- SIR પ્રક્રિયા બાદ જાહેરાત: સીમાંકન અને મતદાર યાદીની લાંબી પ્રક્રિયા (SIR) પૂર્ણ થયા બાદ આખરે તારીખો જાહેર થઈ છે. અગાઉ વિલંબને કારણે વહીવટદારો શાસન કરી રહ્યા હતા.
- વિપક્ષની તૈયારી: આમ આદમી પાર્ટીએ અન્ય પક્ષો કરતા વહેલા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી મેદાન માર્યું છે.
- એક જ તબક્કો: વહીવટી તંત્ર પરનું ભારણ ઘટાડવા અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તમામ સ્તરની ચૂંટણીઓ એકસાથે લેવાનો નિર્ણય લેવાયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ આજે સાંજે 5 વાગ્યે મોટી જાહેરાત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે




