Gujarat Legislative Assembly : ભાજપના પાંચ ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ 161 પર પહોંચ્યું   

0
169
Gujarat Legislative Assembly
Gujarat Legislative Assembly

Gujarat Legislative Assembly :  ગત 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આ પાંચેય વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

આજે શપથ લેનારા આ પાંચ ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જેથી અનુક્રમે વાઘોડિયા, પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.

Gujarat Legislative Assembly :  કેટલા મતે જીત્યા હતા ધારાસભ્યો ?

Gujarat Legislative Assembly :  સાતમી મેના રોજ  લોકસભાની સાથે રાજ્યની પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો 82,108 મતોથી વિજય થયો હતો ,. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતોથી જીત મેળવી હતી . ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો 38,328 મતોથી વિજય થયો હતો , તો વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાનો 56,228 મતોથી વિજય થયો હતો . આ પૈકી સૌથી ચર્ચાસ્પદ માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો 31,016 મતોથી વિજય થયો હતો,

Gujarat Legislative Assembly

પાંચ ધારાસભ્યોની જીત સાથે વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 161 પર પહોંચી ગયું છે ,જયારે  કોંગ્રેસનું 13, આપનું 4, 2 અપક્ષ, સમાજવાદી પાર્ટી-1 બેઠક ધરાવે છે.

Gujarat Legislative Assembly :  વિસાવદર બેઠક હજુ પણ ખાલી

Gujarat Legislative Assembly

Gujarat Legislative Assembly :  ગુજરાના વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી  ૧૮૧ બેઠકોનું સંખ્યાબળ હાલ થઇ ચુક્યું છે હવે માત્ર વિસાવદર સીટ હાલ ખાલ પડેલી છે. જેના પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે કોર્ટમાં અરજી પેન્ડિંગ પડી છે. હર્ષદ રીબડિયાએ વિસાવદરના તત્કાલિન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. પછીથી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો