Gujarat High Court Slams AMC:ભદ્રના પાથરણાવાળાની મોટી જીત: હાઈકોર્ટે AMCને 21 માર્ચ સુધીમાં 586 ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવા આદેશ આપ્યો

0
65
Gujarat High Court

Gujarat High Court Slams AMC:અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પેઢીઓથી રોજીરોટી કમાતા પાથરણાવાળાના પક્ષમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને કડક આદેશ આપતા જણાવ્યું છે કે, જે 586 પાથરણાવાળા પાસે પ્રમાણપત્રો છે તેમને આગામી 21મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં ફરી બેસાડવામાં આવે.

Gujarat High Court Slams AMC:AMCનો નિર્ણય ગેરકાયદે ઠેરવ્યો

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે, સપ્ટેમ્બર 2025માં AMC દ્વારા પાથરણાવાળાને હટાવવાનો નિર્ણય સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014′ ના નિયમોની વિરુદ્ધ હતો. કોર્ટે આ કાર્યવાહીને ગેરકાયદે ગણાવી ફેરિયાઓના હકની રક્ષા કરી છે.

Gujarat High Court Slams AMC:ચુકાદાના મુખ્ય અંશો:

Gujarat High Court Slams AMC
  • એક સપ્તાહમાં વેરિફિકેશન: કોર્પોરેશન દ્વારા પ્રમાણિત કરાયેલા 586 પાથરણાવાળા (જેમાં 262 ‘સેવા’ અને 324 ‘સેલો’ સંસ્થાના સભ્યો છે) નું એક સપ્તાહમાં વેરિફિકેશન કરી તેમને જગ્યા ફાળવવી પડશે.
  • હાઈપાવર કમિટીની રચના: કોર્ટે AMCના ત્રણ અધિકારીઓ, એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને એક વહીવટી અધિકારીની કમિટી બનાવવા આદેશ આપ્યો છે જે વેરિફિકેશનની પ્રક્રિયા સંભાળશે.
  • બાકી રહેલા ફેરિયાઓ: જે 258 પાથરણાવાળાના નામ હજુ બાકી છે, તેમનું વેરિફિકેશન 15 દિવસમાં પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
  • ચુકાદા પર સ્ટે આપવાની ના: AMC દ્વારા આ ચુકાદા પર સ્ટે માંગવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તે માંગને સદંતર ફગાવી દીધી છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પાથરણાવાળાને પુનઃસ્થાપિત કરવામાં આવે ત્યારે પોલીસ અને વહીવટીતંત્રએ હાજર રહીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવી પડશે. જો કોઈ પક્ષ કોર્ટના આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને કોર્ટનો તિરસ્કાર’ (Contempt of Court) ગણવામાં આવશે.

કોર્ટની આકરી ટિપ્પણી: “કોઈપણ વધારાની પૂછપરછ વગર પ્રમાણપત્ર ધરાવતા 586 પાથરણાવાળાને તાત્કાલિક ભદ્ર પરિસરમાં જગ્યા આપો.”

દબાણ ન કરવા તાકીદ

સાથે જ કોર્ટે પાથરણાવાળાને પણ તાકીદ કરી છે કે તેઓ જાહેર માર્ગ કે ફૂટપાથ પર એવું કોઈ દબાણ ન કરે જેનાથી સામાન્ય જનતાની અવરજવરમાં અવરોધ ઊભો થાય. આ મામલે હવે AMC એ 17મી એપ્રિલ સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદ એક દાયકા જૂનો છે. 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ માટે AMC એ ફેરિયાઓને હટાવ્યા હતા. વર્ષોથી ત્યાં વ્યવસાય કરતા ગરીબ પરિવારોની રોજીરોટી છીનવાતા ‘સેવા’ અને ‘સેલો’ જેવી સંસ્થાઓએ કાયદાકીય લડત શરૂ કરી હતી, જેનો અંત આજે હાઈકોર્ટના આદેશથી આવ્યો છે.

આ પણ વાંચો :સુરતમાં નકલી ઘીના મોટા રેકેટનો પર્દાફાશ: ‘સહજાનંદ’ અને ‘ગજાનંદ’ બ્રાન્ડના નામે દોઢ વર્ષથી વેચાતું હતું ઝેર