ગુજરાત સરકારે વિવિધ જણસોની ટેકાના ભાવે ખરીદી શરુ કરી

0
240

ખેડૂતો ખેત-પેદાશ વેચે તેની ચૂકવણી સમયસર થઇ

ખેડૂતને ખેત-પેદાશના યોગ્ય ભાવ મળે તે માટે ગુજરાત સરકારે ૧૦ માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ કરી છે. આ ખરીદી પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ખેડૂતોને રૂ. ૬૬૧ કરોડની રકમ ચૂકવાઈ છે, જેનો લાભ રાજ્યના દોઢ લાખથી વધુ ખેડૂતોને થયો છે.રાજ્ય સરકારની આ પહેલથી ખેડૂત ખુશ છે.

ખેડૂતને ખેત-પેદાશના પૂરતા ભાવ મળે તે માટે ગુજરાત સરકાર વિવિધ જણસોની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. ચણાના વેચાણ માટે 2 લાખ 20 હજાર ખેડૂતો અને  રાયડા માટે 10 હજાર  ખેડુતોએ નોંધણી કરાવી છે.

ખેડૂતોને નજીકના કેન્દ્ર પાસે જ ખેત-પેદાશ વેચાણની સુવિધા મળે તે માટે ચણાના પાક માટે 187 કેન્દ્રો પર અને રાયડા માટે 103 કેન્દ્રો પર ખરીદી શરુ છે.અહિંયા ખેડૂતોને કોઈપણ મુશ્કેલી પડતી નથી, જે ચણા ખરીદી કરે છે  તુરંત બધાનો વારો આવી જાય છે અને પ્રક્રિયા બહુ સરળ છે, એકદમ ઝડપી છે

ખેડૂતો ખેત-પેદાશ વેચે તેની ચૂકવણી પણ સમયસર થાય છે. ચણા પાક માટે રૂ. 615.52  કરોડ અને રાયડા પાક માટે 46 કરોડનું ચુકવણી કરવામાં આવ્યું. આમ અત્યાર સુધીમાં કુલ રૂ661.51  કરોડનું ચુકવણી થઈ છે.

ટેકાના ભાવના માધ્યમથી રાજ્ય સરકાર ધરતીપુત્રો માટે ખેતી લાભદાયી બની રહે તે માટે પૂરતા પ્રયાસો કરી રહી છે.  બ્યૂરો રિપોર્ટ – ખેડા, સુરેન્દ્રનગર,કચ્છ અને મહિસાગર

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ