ગુજરાત સરકારે કોરોનાની 3 લાખ રસીની કરી છે માંગ-આરોગ્યમંત્રી

0
46

ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને જોતા સરકાર હવે હરકતમાં આવી છે, જેને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઇ છે, જેમાં આરોગ્યમંત્રી રુષિકેશ પટેલ સહિતના અધિકારીઓ પહોચ્યા હતા,સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઓક્સિજન,આઇસીયુ સહિતની સુવિધાઓનો રિસ્પોન્સ ટાઇમની ચકાસણી કરાઇ હતી, આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં નિરિક્ષણ કર્યુ હતુ, રુષિકેશ પટેલે જણાવ્યુ કે કોવિડ મુદ્દે ભુતકાળમાં સરકારે ચિન્તા કરી છે, મોકડ્રીલમાં જે ત્રુટીઓ હશે તેની ચિન્તા કરાશે, કેન્દ્ર સરકાર પાસે ત્રણ લાખ  ડોઝની માંગણી કરાઇ છે, હાલ ફ્લુ અને કોવિડ બન્ને  સાથે છે, અને બન્ને મુદ્દે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે,