વડોદરામાં સરકારના બેગ લેસ ડે નિર્ણયનું સુરસુરિયું #vadodara #baglessday

0
1

બેગ લેસ ડે #vadodara #beglessday -રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શનિવારે બેગ લેસ ડે રાખવાનો નિર્ણય કરાયો હતો. તે બાદ આજે પ્રથમ શનિવારે શહેરની બ્રાઇટ ડે સ્કૂલ, કારેલીબાગમાં આ નિર્ણયનું શાળા દ્નારા પાલન ન કરવામાં આવ્યું હતું અને બાળકોને શાળામાં બેગ સાથે બોલાવ્યા હતા. જો કે, આ અંગે પ્રિન્સિપાલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, પરિપત્ર લેટ મળ્યો હોવાથી આજે આ નિર્ણયની અમલવારી કરી શક્યા નથી.

શાળા સંચાલકો બેફામ બન્યા

ગુજરાત સરકાર દ્વારા ભણતરના ભારને હળવો કરવા માટે શનિવારે શાળાઓમાં બેગ લેસ ડેનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયની શિક્ષણજગતમાં ભારે સરાહના થઇ રહી છે. આ નિર્ણય જાહેર કર્યા બાદ આજે પ્રથમ શનિવાર છે. ત્યારે આ નિર્ણયનું પહેલા જ શનિવારે સુરસુરિયું થઇ ગયું હોય તેવા દ્રશ્યો વડોદરાના કારેલીબાગની બ્રાઇટ ડે સ્કૂલમાં સામે આવ્યા છે. આજે શનિવારે વિદ્યાર્થીઓ રાબેતા મુજબ સ્કૂલ બેગ લઇને જ શાળાએ પહોંચ્યા છે. આ જોતા સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે, વડોદરાના શિક્ષણાધિકારીની સ્કૂલો પર કોઇ પકડ નથી. જેના કારણે શાળા સંચાલકો બેફામ બન્યા છે. અને સરકારના નિર્ણયનું પણ પાલન નથી કરતા.

સરકારનો નિર્ણય બેગ લેસ ડે ખૂબ સારો છે

આ અંગે મીડિયા સાથેની વાતમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમને બેગ લઇના નહીં આવવા અંગે શાળા તરફથી કોઇ જ જાણકારી આપવામાં આવી નથી. જ્યારે વાલીઓએ કહ્યું કે, સરકારનો નિર્ણય ખૂબ સારો છે, પરંતુ તેની અમલવારી થશે કે કેમ તેના પર અમને શંકા છે. જ્યારે બ્રાઇટ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે, અમને શિક્ષણ વિભાગ તરફથખી પરિપત્ર મોડો મળ્યો હતો. જેને પગલે અમે તેનો અમલ કરી શક્યા નથી.]

વડોદરામાં સરકારના બેગ લેસ ડે નિર્ણયનું સુરસુરિયું #vadodara

અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતની આગાહી

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે