GUJARAT GARMI :  ‘અબ કી બાર 45 કે પાર’ ગુજરાત બન્યું અગનભઠ્ઠી, ખેડામાં 47 ડીગ્રી તાપમાન   

0
185
GUJARAT GARMI
GUJARAT GARMI

GUJARAT GARMI :  સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગરમીને લઇને મોટી આગાહી કરી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચશે. ગાંધીનગરમાં પણ ગરમીનો પારો આજે 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ અગનભઠ્ઠી બની ચુક્યું છે,   

 GUJARAT GARMI
GUJARAT GARMI

GUJARAT GARMI :  ગુજરાતના અન્ય રાજ્યોની વાત કરીએ તો આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઇ ગયો છે.

GUJARAT GARMI :   ગુજરાત રાજ્ય સહિત દેશના ઉત્તર અને પશ્ચિમ દિશા તરફના વિવિધ રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા 10 દિવસથી સતત હીટવેવની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસથી વિવિધ જિલ્લામાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અસહ્ય ગરમીની અસર વર્તાય રહી છે. હીટવેવ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજવાળા પવન ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં વસતા લોકો ભયંકર બફારાથી પરેશાન થયા છે.

GUJARAT GARMI
GUJARAT GARMI

GUJARAT GARMI :   છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં તાપમાનનો પારો ટોચ પર રહ્યો હતો. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે પણ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્યનાં 11 શહેરોમાં હીટવેવની અસર રહી હતી. આજે પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આથી અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલાં ચેતી જજો, નહીં તો ગંભીર અસરો થઈ શકે છે.

હવામાન વેબસાઈટ એક્યુંવેધરના રીપોર્ટ પર નજર કરીએ તો

GUJARAT GARMI :   કયા શહેરમાં કેટલું તાપમાન

     અમદાવાદ    45 ડીગ્રી
      સુરત    41 ડીગ્રી
      રાજકોટ    42 ડીગ્રી
      સુરેન્દ્રનગર    46 ડીગ્રી
      ડીસા    44 ડીગ્રી  
      કચ્છ    43 ડીગ્રી   
      મહેસાણા    46 ડીગ્રી
      ગાંધીનગર    45 ડીગ્રી
      ખેડા      47 ડીગ્રી
      દાહોદ     45 ડીગ્રી

તાપમાન નોંધાયું છે,

GUJARAT GARMI
GUJARAT GARMI

GUJARAT GARMI :    ગરમી વધવાના જવાબદાર કારણો

  1. એસી:  આ એપ્રિલમાં વેચાણ ગત એપ્રિલની તુલનામાં 40 ટકા વધ્યું. સિઝનમાં 1.25 કરોડ એસી વેચાવાની શક્યતા.
  2. લીલોતરી: વૃક્ષો સતત ઘટી રહ્યાં છે. પાંચ વર્ષોમાં ખેતરોમાંથી 50 લાખથી વધારે વૃક્ષ ગાયબ થયાં છે.
  3. પાણી: બેંગલુરુ પાણી માટે તરસ્યું બન્યું. જયપુરમાં ઝીરો-ડે જેવી સ્થિતિની આશંકા. અન્ય શહેરો કતારમાં.
  4. કોંક્રીટ: ઇસરોના જણાવ્યા પ્રમાણે દેશમાં 17 વર્ષમાં શહેરીકરણ વધ્યું. બાંધકામ ધરાવતા વિસ્તારમાં 25 લાખ હેક્ટરનો વધારો થયો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો