Britain Election : 4 જુલાઈના રોજ બ્રિટનમાં યોજાશે સામાન્ય ચૂંટણી, વડાપ્રધાન ઋષિ સુનકે કરી વહેલી ચૂંટણીની જાહેરાત    

0
139
Britain  Election
Britain  Election

Britain Election : ભારતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થવા આવી છે. 4થી જુનના રોજ નવી સરકાર અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. એવામાં બ્રિટનમાં પણ રાષ્ટ્રીય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકને જાહેરાત કરી છે કે ચાર જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે.  મહિનાઓથી ચાલતી અટકળોનો અંત લાવતા ઋષિ સુનકે બુધવારે પોતાના આધિકારિક નિવાસ 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહારવરસાદ વચ્ચે સામાન્ય ચૂંટણીનું એલાન કર્યું.

Britain Election

Britain Election:  બ્રિટનમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. દેશનું ભવિષ્ય જલ્દી જ બ્રિટનના નાગરિકોના હાથમાં હશે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકને જાહેરાત કરી છે કે ચાર જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે.અપેક્ષા કરતાં કેટલાંક મહિના વહેલા ચૂંટણી યોજાશે. જાણકારોના મત મુજબ ઓપિનિયન પોલમાં લેબર પાર્ટી કરતા કન્ઝર્વેટીવ પાર્ટી ખૂબ પાછળ જણાઈ રહી છે, ત્યારે વહેલી ચૂંટણી સુનક અને પક્ષ માટે જોખમી સાબિત થઇ શકે છે. .

Britain Election:  સુનકે પોતાના કાર્યકાળનો રેકોર્ડ બ્રિટિશ મતદારો સમક્ષ રજૂ કર્યો હતો. તેણે કહ્યું, હું તમને મજબૂત સુરક્ષા આપવા માટે મારી શક્તિમાં બધું જ કરીશ. આ મારું તમને વચન છે… હવે બ્રિટન માટે તેનું ભવિષ્ય પસંદ કરવાનો સમય આવી ગયો છે.

Britain Election : મુખ્ય 2 પાર્ટીઓ વચ્ચે સીધી જંગ

Britain Election

બ્રિટિશ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચે છે. સુનક કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી પીએમનો ચહેરો બની શકે છે. તેમની સામે લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટારમર હશે. કીર સ્ટારર ઈંગ્લેન્ડમાં જાહેર કાર્યવાહીના ભૂતપૂર્વ ડિરેક્ટર અને એપ્રિલ 2020 થી લેબર પાર્ટીના નેતા છે. ઘણા ઓપિનિયન પોલમાં લેબર પાર્ટી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટી કરતા ઘણી આગળ છે. જો કે, કન્ઝર્વેટિવ્સ અને લેબર સિવાય, સ્કોટિશ નેશનલ પાર્ટી, લિબરલ ડેમોક્રેટ્સ અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી બ્રિટનમાં ત્રણ સૌથી મોટા પક્ષો છે.

Britain Election :  સુનક 2022માં બ્રિટનના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. તેમના પહેલા લિઝ ટ્રસ વડાપ્રધાન હતા, જેમનો કાર્યકાળ માત્ર 49 દિવસનો હતો. સુનક લિઝની સરકારમાં નાણામંત્રી હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો