GUJARAT FINAL MATDAN : લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. આ ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી 1 સીટ સુરત બિન હરીફ જાહેર થયા બાદ 25 સીટ પર મતદાન થયું છે. આ મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યાં છે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં સરેરાશ મતદાન 59.51 ટકા રહ્યું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ સીટ પર 72.24 ટકા રહ્યું છે જ્યારે સૌથી ઓછું અમરેલી સીટ પર 49.44 ટકા રહ્યું છે.
GUJARAT FINAL MATDAN : રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
GUJARAT FINAL MATDAN : રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
GUJARAT FINAL MATDAN : મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે 0.23 % BU, 114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો