ગુજરાતના ભૂતપૂર્વ અધિકારી IPS સંજીવ ભટ્ટને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. #IPSSAJIVBHATT #SAJIVBHATT #GUJARAT #SUPREMECOURT વર્ષ ૧૯૯૦ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજાને સ્થગિત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પણ નકારી કાઢી છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે તેઓ સંજીવ ભટ્ટની સજા સ્થગિત કરવા અને તેમને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી. જોકે, બેન્ચે નિર્દેશ આપ્યો કે સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરેલી અપીલની સુનાવણી પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે.
૧૯૯૦નો કસ્ટોડિયલ ડેથ કેસ શું છે?
1990માં રથયાત્રા યોજનારા અડવાણીની બિહારમાં ધરપકડ થઈ
ભાજપ-વિહિપે ભારત બંધનું એલાન આપ્યા પછી રમખાણો ફાટી નીકળ્યા
સંજીવ ભટ્ટે જામનગરમાં રમખાણો બાદ 133 લોકોની અટકાયત કરી
આ કેસ ૧૯૯૦માં બનેલી એક ઘટના સાથે સંબંધિત છે. સંજીવ ભટ્ટ તે સમયે જામનગર જિલ્લામાં અધિક પોલીસ સુપરીન્ટેડેન્ટ તરીકે કામ કરતા હતા. આ વર્ષમાં જ રામ મંદિર મુદ્દે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢનારા ભાજપના તત્કાલિન વડા લાલકૃષ્ણ અડવાણીની બિહારમાં મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે ધરપકડ કરી હતી. આ ધરપકડના વિરોધમાં 30 ઓક્ટોબરના રોજ ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ભારત બંધનું એલાન આપ્યું હતું. ત્યાર પછી દેશના અનેક વિસ્તારોમાં રમખાણો થયા હતા. જામનગરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ સંજીવ ભટ્ટે આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (TADA) હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી.
અટકાયત કરાયેલા એક યુવાન પ્રભુદાસ વૈષ્ણવીનું કસ્ટડીમાંથી મુક્ત થયા પછી મોત નીપજ્યું હતું. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે સંજીવ ભટ્ટ અને તેમના સાથીઓએ વૈષ્ણવી પર કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હતું, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પ્રભુદાસ વૈષ્ણાની 9 દિવસ પોલીસ કસ્ટડીમાં હતો અને જામીન પર છૂટ્યા બાદ કિડની ફેલ થવાથી તેનું મૃત્યુ થયું હતું. કસ્ટોડિયલ ટોર્ચરને કારણે વૈષ્ણવીના મૃત્યુ બદલ તેમના પરિવારે સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને 1995માં મેજિસ્ટ્રેટે સંજ્ઞાન લઈને કેસ ચલાવ્યો હતો.

કસ્ટોડિય ડેથ કેસમાં કુલ સાત પોલીસ અધિકારી આરોપી હતા
સેશન્સ કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા કરી હતી
2024માં ગુજરાત હાઈકોર્ટે સજાને પડકારતી સંજીવ ભટ્ટની અરજી ફગાવી હતી
સુપ્રીમ કોર્ટે ઑગસ્ટ 2024માં સુનાવણી કરી ચૂકાદો અનામત રાખ્યો હતો
આ કેસમાં બે સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ સાત પોલીસ અધિકારીઓ આરોપી હતા. ગુજરાતના જામનગરની સેશન્સ કોર્ટે પ્રભુદાસ વૈષ્ણાનીના કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસકર્મીને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. ભૂતપૂર્વ IPS એ સેશન્સ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ૨૦૨૪માં, ગુજરાત હાઈકોર્ટે ભટ્ટની સજા અને સજા સામેની અપીલ ફગાવી દીધી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, જેણે ઓગસ્ટ 2024માંઆ મામલે ગુજરાત સરકારને નોટિસ જારી કરી. કોર્ટે સજા સસ્પેન્શનના પાસાની સુનાવણી કરી અને પછી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટને સુપ્રીમમાંથી મોટો ઝટકો
સંજીવ ભટ્ટની આજીવન કેદ સસ્પેન્ડ ના થઈ કે જામીન પણ ના મળ્યા
કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવી

Table of Contents
Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE