Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?

0
159
Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?
Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?

Gujarat Election 2024: દેશભરમાં લોકસભાની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાતની સાથે જ 15મી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયાના માત્ર સવા વર્ષમાં જ રાજીનામાને પગલે ખાલી પડેલી છ બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના માટે રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 

ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી કરાઇ. આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. જે અંગે કેસ ચાલી રહ્યો છે.

Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?
Gujarat Election 2024: ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી, વિસાવદરને કેમ રાખવામાં આવી બાકાત?

Gujarat Election 2024:

12 એપ્રિલજાહેરનામું પ્રસિદ્ધ
19 એપ્રિલઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
20 એપ્રિલફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ
22 એપ્રિલફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
7 મેમતદાન
4 જૂનમત ગણતરી
6 જૂનપરિણામ

Gujarat Election 2024: વિધાનસભાની પેટાચૂંટણી

ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય, વિસાવદરથી આપના ધારાસભ્ય અને વિજાપુર, ખંભાત, માણાવદર અને પોરબંદર એમ 4 બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ છ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની થાય છે.

ચૂંટણી કમિશનના ગુજરાત સ્થિત અધિકારીઓએ કહ્યુ કે, આ છ મતક્ષેત્રો ખાલી પડયા અંગેના વિધાનસભા સચિવાલય તરફથી નોટિફિકેશનો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કમિશનને રિપોર્ટ પણ સબમિટ થઈ ચૂક્યો છે. આથી, શનિવારે લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય તેની સાથે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.

દિગ્ગજોનો ચૂંટણી લડવાનો ઇન્કાર


Gujarat Election 2024 ની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસના 2 પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.

નવા લોકોને તક મળે તેવું કહીને 11મી માર્ચે જગદીશ ઠાકોરે ચૂંટણીના મેદાનમાંથી હતી ગયા તો તેના બીજા જ દિવસે એટલે કે ભરતસિંહ સોલંકીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી.

કોણે આપ્યા રાજીનામાં?

  • માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું
  • ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું
  • વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું
  • પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું
  • વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું
  • વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું

અત્રે ઉલ્લખનીય છે કે, પાંચ વર્ષની ટર્મ માટે ચૂંટાયેલા વિપક્ષના ધારાસભ્યોએ અધવચ્ચે જ રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થાય છે. જેનાથી આ છ ક્ષેત્રોના અંદાજે 16 લાખથી વધુ મતદારોને લોકસભા બેઠકની સાથે વિધાનસભા બેઠક માટે પણ મત આપવો પડશે. બબ્બે મત આપવા પડે તેવી પણ સ્થિતિ બની શકે છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો