ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહેસાણા ની મુલાકાતે

0
151

મહેસાણા ખાતે બિઝનેસ એક્સપોના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં બાઇક રેલી યોજાઇ. બાઇક રેલીમાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડાતા સ્વાગત કરાયું .ત્યારબાદ રેલી મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમે પહોંચી હતી. મહેસાણા જિલ્લા ભાજપ આયોજિત સંવાદ કાર્યક્રમ ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ ખુલ્લો મુક્યો હતો.

પ્રથમ મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન નેતાઓ અને કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ સંવાદ યોજ્યો અને ત્યારબાદ ભાજપ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રી સંવાદ કરશે..ભાજપ નેતાઓ અને કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ બાદ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ભાજપના નેતાઓ સાથે ખાનગી બેઠક યોજ્યા બાદ ટાઉનહોલ ખાતે  જોટાણા તાલુકા સેવા સદન અને મોઢેરા ફોરલેન હાઇવેનું મુખ્યમંત્રી લોકાર્પણ  કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહેસાણા
ગુજરાતના મુખ્યમંત્રી

ભુપેન્દ્ર પટેલે મેહસાણામાં સરદાર ધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેગા એક્સપો-2023નો ખુલ્લો મુક્યો. અને મંત્રીશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આયોજનબદ્ધ રીતે વિકાસ સાધીને ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. GPBO મેગા એક્સ્પોના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર યુવાઉદ્યમીઓને ‘સ્ટાર્ટ-અપ’ માટે સહાય અને પ્રોત્સાહન આપે છે અને ગુજરાત સમગ્ર દેશમાં ‘સ્ટાર્ટ-અપ’ રેંકિંગમાં અગ્રેસર છે. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ચાય પે ચર્ચા કરવાના હોવાથી આજે દિવસ દરમ્યાન મહેસાણા જિલ્લા ભાજપ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

જાણો શું છે RBIનો નિર્ણય-