Gujarat Budget 2026:રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. કુલ ₹4,08,053 કરોડના અત્યાર સુધીના સૌથી મોટા બજેટમાં શિક્ષણ વિભાગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ શિક્ષણના વ્યાપને વધારવા માટે શિક્ષણ વિભાગને કુલ ₹63,184 કરોડ ફાળવવામાં આવ્યા છે.
Gujarat Budget 2026: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મોટી જાહેરાતો

બજેટમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય અને શૈક્ષણિક માળખાને મજબૂત કરવા માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે:
- MYSY યોજના: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ₹400 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે.
- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ: તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ₹45 કરોડની શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી છે.
- ઇન્ટર્નશિપ સહાય: રાજ્યના આશરે 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દરમિયાન આર્થિક ટેકો આપવા ₹43 કરોડ ખર્ચવામાં આવશે.
Gujarat Budget 2026: શૈક્ષણિક માળખામાં ધરખમ સુધારો
રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે નવી કોલેજો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે:
- નવી કોલેજો: રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, હાલની 20 કોલેજોના નવા મકાનનું બાંધકામ અને 8 કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ₹126 કરોડ ફાળવાયા છે.
- રિપેરીંગ અને જાળવણી: ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજોના રિપેરીંગ અને મેન્ટેનન્સ માટે ₹46 કરોડની જોગવાઈ છે.
- NCC એકેડેમી: રાજકોટ ખાતે અત્યાધુનિક એન.સી.સી. (NCC) લીડરશીપ એકેડેમી બનાવવામાં આવશે, જેના માટે ₹31 કરોડ ફાળવવામાં આવ્યા છે.
“ગુજરાત સરકારનું આ બજેટ યુવાનોને કૌશલ્યબદ્ધ કરી ‘વિકસિત ગુજરાત’ના પાયાને વધુ મજબૂત બનાવશે.”
આ પણ વાંચો :નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ₹4 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ; કોમનવેલ્થ ગેમ્સ માટે થઈ શકે છે મોટી જાહેરાત




