GUJARAT BJP : દાવેદારોનો રાફડો ફાટ્યો: અમદાવાદ પશ્ચિમ બેઠક માટે 40ની દાવેદારી, ભાજપની સેન્સ પ્રક્રિયા યથાવત્ત

0
176
GUJARAT BJP
GUJARAT BJP

GUJARAT BJP  : આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે. SC અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. સવારે 9થી બપોરે ૩  વાગ્યા સુધી યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 40થી વધુ જેટલા ભાજપના હોદ્દેદારો અને નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી. હજી પણ દાવેદારી નોંધાવવા માટે નેતાઓ આવી રહ્યા છે.

GUJARAT BJP

GUJARAT BJP  : લાલદરવાજા ખાનપુર કાર્યાલય ખાતે દાણીલીમડા, અમરાઈવાડી, મણિનગર, એલિસબ્રિજ, અસારવા, દરિયાપુર અને જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોનું પશ્ચિમ બેઠકના ઉમેદવાર માટે સૂચન લેવામાં આવી રહ્યું છે. ઈડરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયાએ પણ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે. પશ્ચિમ લોકસભા માટે તેઓ પણ મજબૂત દાવેદાર છે. આ સાથે પ્રદેશ ડોક્ટર સેલ ડો. કીર્તિ વડાલિયા સહીત 40 થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

GUJARAT BJP

GUJARAT BJP :  અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોણે કોણે દાવેદારી કરી

  1. ડો. કિરીટ સોલંકી (સાંસદ)
  2. દર્શના વાઘેલા (ધારાસભ્ય, અસારવા)
  3. જીતુ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય, દાણીલીમડા)
  4. દિનેશ મકવાણા (પૂર્વ ડેપ્યુટી મેયર)
  5. ડો. કીર્તિ વડાલિયા (પ્રદેશ ડોક્ટર સેલ)
  6. ગિરીશ પરમાર (પૂર્વ મંત્રી)
  7. નરેશ ચાવડા (પૂર્વ પ્રદેશ મંત્રી SC)
  8. કિરીટ પરમાર (પૂર્વ મેયર)
  9. વિભૂતિ અમીન (શહેર મંત્રી, અમદાવાદ શહેર)
  10. ભદ્રેશ મકવાણા ( SC પ્રમુખ, અમદાવાદ શહેર)
  11. હિતુ કનોડિયા (ઈડરના પૂર્વ ધારાસભ્ય)
  12. ગીતાબેન સોલંકી ( ઇસનપુર વોર્ડ કોર્પોરેટર)
  13. મણીભાઈ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય વડગામ)
  14. અરવિંદ વેગડા (ગુજરાતી ગાયક કલાકાર)
  15. પ્રદીપ પરમાર (અસારવાના પૂર્વ ધારાસભ્ય)
  16. હિતેશ પટેલ (અસારવાના પૂર્વ ધારાસભ્ય આર. એમ પટેલના પુત્ર)
  17. નિમિષા પટેલ (અસારવાના પૂર્વ ધારાસભ્ય આર. એમ પટેલના પુત્રી)

GUJARAT BJP

GUJARAT BJP  : વહેલી સવારથી પશ્ચિમ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, ભાજપના નેતા ગુમાનસિંહ અને ST મોરચાના મહામંત્રી અભિષેક મેડા ઓબ્ઝર્વર તરીકે પહોંચી ગયા હતા. તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડો. કિરીટ સોલંકી પણ કાર્યાલય ખાતે હાજર છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे