Gujarat BJP:   આદિવાસી વિસ્તારમાં ભાજપનું “ઓપરેશન લોટસ” , BTPના પૂર્વ પ્રમુખ વસાવા જોડાયા ભાજપમાં  

0
99
Gujarat BJP
Gujarat BJP

Gujarat BJP: લોકસભા પહેલા ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે, આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના કમલમમાં એક મેગા વેલકમ પાર્ટીનું આયોજન કરાયુ હતુ, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં દિગ્ગજ નેતાઓએ ભાજપ જૉઇન કર્યુ છે,  BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, પાલનપુરના  પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિત હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા છે, આ તમામનું સીઆર પાટીલે ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યુ છે.

Gujarat BJP:   આદિવાસી વિસ્તારમાં ભાજપનું મોટું ગાબડુ

Gujarat BJP

Gujarat BJP:   લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાતમાં જાણે પક્ષપલટાની મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થયા છે. ભાજપે  આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડી  BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને ભાજપમાં સામેલ કર્યા છે, મહેશ વસાવા આજે  કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

Gujarat BJP

Gujarat BJP:  ઝઘડિયા વિસ્તારનાં દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકીટ કાપી નાંખી હતી. પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. આ પહેલા શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ રહયાં છે અને મોટુ સંમલેન પણ કરશે.

Gujarat BJP:  પાલનપુરમાં ભાજપનું મેગા ઓપરેશન

Gujarat BJP

Gujarat BJP:   પાલનપુર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત સંજયભાઈ મોરી, જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.