GUJARAT BJP : 4 જુને ભાજપ વિજય સરઘસ નહિ કાઢે, પ્રદેશ ભાજપે કાર્યકરોને આપી સુચના  

0
160
GUJARAT BJP
GUJARAT BJP

GUJARAT BJP : રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષના જીવ ગયા છે.  સમગ્ર મામલે અધિકારીઓએ, રાજ્ય સરકાર અને ભાજપ નેતાઓને આ મામલે જનતાનું ઘણું સાંભળવું પડ્યું છે, રાજકોટ અગ્નિકાંડથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે, ત્યારે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે, આગામી લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે ભાજપ પાર્ટી કોઈ વિજય સરઘસ નહિ કાઢે.

GUJARAT BJP :  ભાજપ પક્ષ દ્વારા કાર્યકરોને વિજય સરઘસ, મીઠાઈની વ્યવસ્થા, લાઈટીંગ, ફટાકડા વગેરે કઈ પણ રીતે પરિણામના દિવસે વિજયોસ્તવ ન કરવા ભાજપ પ્રદેશ તરફથી સુચના આપવામાં આવી છે.     

GUJARAT BJP

GUJARAT BJP :  ચૂંટણી પરિણામના દિવસે આટલી બાબતો ન કરવા પ્રદેશ ભાજપની સૂચના

  • મતગણતરી સ્થળ બહાર, કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં.
  • મીઠાઈની વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
  • ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાવીને અભિવાદન કરવું નહીં.
  • કાર્યકરો ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયનાસૂત્ર સાથે વિજયને આવકારે.
  • મતગણતરી બાદ વિજેતા ઉમેદવારે ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ-નગારા કે ડીજે સાઉન્ડની વ્યવસ્થા કરવી નહીં.
  • કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં.
  • વિજય થઈ ગયા પછી સન્માન સમારોહ પણ ટાળવા.
GUJARAT BJP

GUJARAT BJP :  શું હતી ઘટના ?

રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતા એક પછી એક એમ 27 મૃતદેહ મળી આવ્યા હતા.

GUJARAT BJP

માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે, DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોના સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એર લિફ્ટ કરવાની નોબત આવી હતી. પૂરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગી ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવ અંગો મળી આવ્યા હતા જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો