Gujarat BJP :  લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ફટકો, માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા કેસરિયા

0
243
Gujarat BJP
Gujarat BJP

Gujarat BJP : લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીઓની જાહેરાત થઇ શકે છે. ત્યારે ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન શરૂ થઇ ગઇ છે. થોડા દિવસો અગાઉ જ માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. જેઓ આજે ભાજપમાં જોડાયા છે.

Gujarat BJP

Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને કેસરિયા ધારણ કરવાનો સિલસિલો યથાવત છે. જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય અને એમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

Gujarat BJP  “ કોણ છે અરવિંદ લાડાણી ?

Gujarat BJP

અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે.વર્ષ 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અરવિંદ લાડાણી   જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે. ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.

ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી  કુલ 6 ઘારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદર બેઠકના કોંગી ધારાસભ્ય અર્જુનભાઇ  મોઢવાડીયા, માણાવદર બેઠકના કોંગી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી, વિજાપુર બેઠકના કોંગસના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપત ભાયાણી, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામા આપ્યાં છે. સી. આર. પાટિલ આજે વંથલીના પ્રવાસે છે. વંથલીમા માર્કેટિંગ યાર્ડના એક કાર્યક્રમ દરમિયાન  જૂનાગઢમાં અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે.

Gujarat BJP

Gujarat BJP  : ભાજપની બીજી યાદી પણ જાહેર

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે   બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે. ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી  પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને  સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો