Gujarat BJP :ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની જાહેરાત 26 આમંત્રિત સભ્યો સહિત 106 લોકોને સ્થાન, પ્રદેશ પ્રમુખે જાહેર કરી યાદી

0
151
Gujarat BJP
Gujarat BJP

Gujarat BJP :ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના મહત્વપૂર્ણ ફેરફાર હેઠળ પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. રવિવાર, 19 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ કારોબારી સભ્યો સાથે પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની યાદી જાહેર કરી છે.

Gujarat BJP :26 વિશેષ આમંત્રિત સભ્યો સહિત કુલ 106 સભ્યોની કારોબારી

Gujarat BJP

ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 સભ્યોની પ્રદેશ કારોબારી રચાય છે. આમાંથી પ્રદેશ અધ્યક્ષ અને અન્ય હોદ્દેદારોની જાહેરાત અગાઉથી થઈ ચૂકી હતી. હવે બાકી રહેલા કારોબારી સભ્યોની સંગઠનાત્મક નિમણૂક પૂર્ણ કરવામાં આવી છે.

આ સાથે 26 વિશેષ આમંત્રિત સભ્યોને પણ પ્રદેશ કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેથી સંગઠનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો હેતુ છે.

Gujarat BJP
Gujarat BJP
Gujarat BJP
Gujarat BJP

Gujarat BJP :સંગઠન મજબૂત કરવા પર ભાર

પાર્ટી સૂત્રો મુજબ, પ્રદેશ કારોબારીની નવી રચના આગામી  રાજકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. વિવિધ પ્રદેશો અને સમાજના પ્રતિનિધિત્વ સાથે સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 રાજકીય સંકેત

નવી પ્રદેશ કારોબારીની જાહેરાતને લઈને ભાજપ સંગઠનમાં આગામી સમયગાળામાં વધુ સક્રિયતા અને મજબૂતી જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :BJP National President Election: ભાજપ પ્રમુખ પદ માટે નીતિન નબીનનું નામાંકન પક્ષમાં મોટા ફેરબદલના સંકેત,