GST RAID : GST ટીમ દ્વારા સુરતના ચૌટાબજારમાં તેમજ અન્ય સ્થળો પર રેડ પાડવામાં આવી છે. GST ડેપાર્ટમેન્ટ દ્વારા રાજ્યમાં 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રમાં ચાલતી કર ચોરી અટકાવવા GST ડેપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો. ગુજરાતમાં GST વિભાગે 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી ₹.8.10 કરોડની કર ચોરી ઝડપી પાડી છે.

ચૌટાબજારમાં પટેલ બેંગલ્સ, રિંગ રોડના ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને સાપુતારાની 7 હોટલોમાં થયેલ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ચૌટાબજારમાં અધિકારીઓએ ચોપડે નહીં બતાવેલો રૂપિયા સવા કરોડનો સ્ટોક શોધી કાઢ્યો. મહિલા સૌદર્યં માટે વેચાવામાં આવતી મોટાભાગની સામગ્રી પર 3% ટેક્સ લાગે છે જે માલિક દ્વારા યોગ્ય કપાત કરીને ભરવામાં આવતો ન હતો. દરમિયાન, N.R. Group અને બાદમાં પટેલ બેંગલ્સ પર પડેલા દરોડા બાદ અધિકારીઓ પણ ચોંક્યા છે. સમગ્ર ચૌટાબજારના મોટા વેપારીઓ હવે નિશાના પર આવી ગયા છે. અંદાજ મુજબ સમગ્ર ચૌટાબજારમાં કે જે મહિલાઓની ખરીદી માટેનું પસંદગીનું બજાર છે. તેમાં રૂપિયા 200 કરોડથી વધુનું ટર્નઓવર થઈ રહ્યું છે.
GST વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળો પર દરોડા
GST સર્ચ ઓપરેશનમાં ₹. 8 કરોડ 10 લાખની કરચોરીનો પર્દાફાશ
52 સ્થળોએ દરોડાની કાર્યવાહી, રાજ્યમાં 23 વેપારીઓને ત્યાં દરોડા
અલગ-અલગ શહેરોમાં સર્ચ ઓપરેશન
વડોદરા : કારેલીબાગમાં 15 જગ્યા પર દરોડા
કોસ્મેટિક આઈટમ, ભંગાર, સિરામીક, મોબાઇલ ફોન, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ પ્રિન્ટિંગ સર્વિસ અને કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા 23 વેપારીઓને ત્યાં GST દ્વારા સર્ચ ઓપરેશન કરી દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં ચૌટા બજાર અને ચોક બજારમાં 20 જગ્યા ઉપર દરોડાની કાર્યવાહી થઇ. તેમજ વડોદરાની ડાંડીયા બજાર તેમજ કારેલીબાગમાં 15 સ્થળો પર દરોડાની પાડવામાં આવ્યા. ડાંગના સાપુતારામાં તેમજ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે 5-5 સ્થળો પર રેડ પાડવામાં આવી.

GST રેડમાં ₹.8.10 કરોડની કર ચોરી ઝડપાઈ પાટનગર ગાંધીનગરના સેક્ટર-21માં તેમજ મહેસાણા – રાધનપુર રોડ પર ત્રણ સ્થળો પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના જસદણમાં 1 સ્થળ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ સ્થળો પરથી ઘણા બિન-વારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. હિસાબ પત્રક મુજબના સ્ટોકમાં અને હાજર સ્ટોકમાં તફાવત હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારોની તપાસમાં અત્યાર સુધીમાં ₹.8.10 કરોડની કર ચોરી ધ્યાને આવી છે.
દેશ, ગુજરાત અને અમદાવાદને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –