GSEB HSC Science Practical Exam :ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પ્રેક્ટિકલની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે

0
269
GSEB HSC Science
GSEB HSC Science

GSEB HSC Science Practical Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થવાની છે. પરીક્ષાની તૈયારી વચ્ચે હવે વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ આજથી એટલે કે 27 જાન્યુઆરી, 2026થી ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

બોર્ડના જણાવ્યા અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા થોડા દિવસોમાં યોજાવાની હોવાથી પ્રવેશપત્ર મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની શાળાના માધ્યમથી હોલ ટિકિટ મેળવી શકશે.

GSEB HSC Science Practical Exam :આ રીતે ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ

ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી શાળાના ઈન્ડેક્સ નંબર અથવા શાળાના નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી દ્વારા લોગ-ઇન કરીને પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

બોર્ડે શાળાઓને સૂચના આપી છે કે તેઓ સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને વિતરણ કરે, જેથી પરીક્ષા સમયે કોઈ મુશ્કેલી ન આવે.

GSEB HSC Science Practical Exam :5 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રેક્ટિકલ પરીક્ષા

GSEB HSC Science Practical Exam

ઉલ્લેખનીય છે કે GSEB દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 5 ફેબ્રુઆરીથી રાજ્યભરના પરીક્ષા કેન્દ્રોમાં શરૂ થશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દિવસે હોલ ટિકિટ સાથે જરૂરી દસ્તાવેજો ફરજિયાત સાથે રાખવા બોર્ડે અપીલ કરી છે.

GSEB HSC Science Practical Exam

આ પણ વાંચો : અભ્યુદય મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનો હુંકાર: ‘સમાજને કંઈ આપી ન શકું તો રાજનીતિ છોડી દઈશ’;